પરંતુ, બાદમાં એક કલાકના વિરામ બાદ ગાજવીજ સાથે વરસાદ વરસતા શેરીઓમાં પાણી વહેતા થયા હતા. ભારે પવન સાથે વરસેલા વરસાદના કારણે વિસ્તારમાં વીજળી પણ ગૂલ થઈ હતી.તો બીજી તરફ ભચાઉ તાલુકાના કાંઠા વિસ્તારમાં કમોસમી વરસાદ સાથે કરા પડયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ભારે પવન અને ગાજવીજ સાથે સાંજે સાડા પાંચના અરસામાં કરાં સાથેનો વરસાદ વરસ્યો હતો.