ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાન મોદી સાથે શું વાત કરી?

શુક્રવાર, 9 મે 2025 (13:34 IST)
ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીક સોશિયલ મીડિયા એકાઉન્ટ ઍક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન હાલની ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવની પરિસ્થિતિ પર વાતચીત કરી હતી.
 
તેમણે લખ્યું, “માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મારી સાથે ટેલિફોનિક વાતચીત કરીને સરહદ પર સર્જાયેલી પ્રવર્તમાન તણાવની સ્થિતિમાં ગુજરાતની સરહદી રાજ્ય તરીકેની સજ્જતા તથા રાજ્ય સરકાર દ્વારા હાથ ઘરાયેલા આગોતરા આયોજનની વિગતો મેળવી હતી તથા આ સંદર્ભમાં જરૂરી માર્ગદર્શન મેળવ્યું હતું.”


 
તેમણે વધુમાં લખ્યું કે “વડા પ્રધાને ખાસ કરીને પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા કચ્છ, બનાસકાઠા, પાટણ, જામનગર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં નાગરિકોની સુરક્ષા અને સલામતીના રાજ્ય સરકાર દ્વારા લેવાયેલાં પૂરતાં પગલાંઓની વિગતો પણ મેળવી હતી.”

ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી.

ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવેલા છે, તે સંદર્ભમાં… pic.twitter.com/gKudtu8L6S

— Bhupendra Patel (@Bhupendrapbjp) May 9, 2025

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર