કોંગ્રેસ નેતાએ ઔરંગજેબ અને ટીપૂ સુલ્તાનની તસ્વીર શેયર કરીને લખ્યુ વિવાદિત નિવેદન, કેસ નોંધાયો

શુક્રવાર, 28 માર્ચ 2025 (11:20 IST)
tipu sultan and Aurangzeb
કર્ણાટકના બેલગામમાં એક સ્થાનિક કોંગ્રેસ નેતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે  કોંગ્રેસ નેતા મુજામિલ અત્તાર વિરુદ્ધ ઔરંગઝેબ અને ટીપુ સુલતાનના ફોટા લગાવીને ભડકાઉ પોસ્ટ  સોશિયલ મીડિયા પર શેર કરવા બદલ  કેસ નોંધવામાં આવ્યો છે.  તમારી જાણ માટે બતાવી દઈએ કે આરોપી કોંગ્રેસ નેતા બેલગામના આઝાદ નગરનો રહેવાસી છે. તાજેતરમાં, મુજામિલ અત્તરે ઇન્સ્ટાગ્રામ પર એક ભડકાઉ પોસ્ટ શેર કરી હતી. આમાં કોંગ્રેસ નેતાએ ઔરંગઝેબ અને ટીપુ સુલતાનની તસવીરો શેર કરી અને લખ્યું, 'બાપ હૈ તુમ્હારે ભૂલના મત.'
 
પોલીસે નોંધ્યો કેસ 
 આ પોસ્ટમાં હિન્દી ફિલ્મ અગ્નિપથની એક આક્રમક ક્લિપ પણ શામેલ કરવામા આવી હતી જેમાં "જ્વાલા સી જલતી હૈ" વાક્ય હતું. આ મામલે કેસ નોંધાયા પછી તરત જ આરોપીએ સોશિયલ મીડિયા પરથી આ પોસ્ટ હટાવી દીધી.  ઉલ્લેખનીય છે  કે આ મામલે બેલગામ માર્કેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ખરેખર મૂળ પોસ્ટ કોઈ બીજા દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવી છે. જોકે, ઇન્સ્ટાગ્રામ પર એક રીશેર ફીચર છે, જેનો ઉપયોગ કરીને કોંગ્રેસ નેતાએ પોતાના સ્ટેટસમાં ઔરંગઝેબ અને ટીપુ સુલતાનની તસવીર શેર કરી છે. જોકે કેપ્શન કોંગ્રેસના નેતા દ્વારા લખાયેલું છે.
 
ઔરંગજેબના નામ પર છેડાઈ બબાલ 
ઉલ્લેખનીય છે કે જ્યારથી 'છાવા' ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે, ત્યારથી ઔરંગઝેબના નામનો વિવાદ વધ્યો છે. જોકે, એવું નથી કે અગાઉ ઔરંગઝેબના નામ પર કોઈ વિવાદ નહોતો. પરંતુ ફિલ્મ 'છાવા'માં ઔરંગઝેબની ક્રૂરતા જોયા પછી, દેશભરના લોકોમાં ઔરંગઝેબ વિશે ચર્ચાઓ વધી ગઈ છે. આવી સ્થિતિમાં, તાજેતરમાં નાગપુરમાં ઔરંગઝેબની કબર હટાવવાના મામલે પણ હિંસા જોવા મળી હતી. આ કેસમાં પોલીસે અનેક લોકોની ધરપકડ કરી છે અને તપાસ હજુ પણ ચાલુ છે. એ જ રીતે, દેશભરમાં ઔરંગઝેબના નામે સોશિયલ મીડિયા પર ઘણી બધી વાતો શેર કરવામાં આવી રહી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર