અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યમાં ઠંડીનો ચમકારો, 13 ડિગ્રીએ ગગડ્યો પારો. દિવાળીના તહેવારની સાથે જ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં શિયાળાની ધીમી પગલે દસ્તક થઈ ગયી છે.
ઉલ્લેખનીય છેકે, ગઈ કાલે નલિયામાં સૌથી ઓછું 13 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જયારે અમદાવાદમાં 17 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આવનારા 5 દિવસોમાં હજુ પણ તાપમાનનો પારો ગગડી શકે છે. જેને કારણે ઠંડીનો ચમકારો વધશે. અમદાવાદમાં પણ આબુ જેવો અહેસાસ થશે.