માંગરોળના પિપોદરા GIDCમાં મીલ માલિકે કારીગરને માર મારતા હોબાળો

શનિવાર, 13 જાન્યુઆરી 2024 (18:12 IST)
Uproar as mill owner beat up worker in Pipodara GIDC, Mangrol
માંગરોળની પિપોદરા GIDCમાં ગઈકાલે મીલ માલિક દ્વારા એક કારીગરને માર મારવામાં આવ્યો હતો. જેને લઈ સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની કારીગરો માગ સાથે રસ્તા પર ઉતર્યા હતા. મામલો વધુ ઉગ્ર બનતા જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે ખડકાયો. કામદારોએ પથ્થરમારો શરૂ કરી દેતા પોલીસના ગાડીના કાચ તૂટ્યા. પોલીસે હુમલાને કાબૂ કરવા 6 ટીયરગેસના સેલ છોડી સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ઘર્યું.માંગરોળના પિપોદરા GIDCની વિશ્વકર્મા ઇન્દ્રસ્ટ્રીયલ એસ્ટેટમાં ગઈકાલે મીલ માલિકે એક કારીગરને માર માર્યો હતો. જેને લઈ કામદાર ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કામદારને મારમારવાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાને પગલે તમામ કામદારો રોષે ભરાતા આજરોજ રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સપ્તાહમાં પાળી બદલાય ત્યારે એક દિવસ રજા આપવાની માગ કરી રહ્યા હતા. કંપની બંધ કરાવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાતા તાત્કાલિક જિલ્લા પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.પોલીસને જોઈ કામદારોનું ટોળુ બેકાબૂ બન્યું અને પથ્થરમારો શરૂ કરી દેતા નાશભાગ મચી જેમાં પોલીસની ગાડીના કાચ તૂટ્યા. મામલો વધુ ઉગ્ર બનતા પોલીસે ટીયરગેસના 6 સેલ છોડી મામલો કાબૂમાં કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે. પથ્થરમારો કરતા અમુક કામદારો પોલીસના હાથે લાગતા તેમની અટકાયત કરવામાં આવી. સાથે પોલીસે મીલ માલિકો સામે ફરિયાદ દાખલ કરી અટકાયતની કાર્યવાહી હાથ ધરી છે.હાલ પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જ્યારે સુરત જિલ્લા પોલીસ સાથે સાથે હાલ માંગરોળ તાલુકા પ્રાંત અને મામલતદારની ટીમ પણ સ્થળ પર પહોંચી છે અને મામલો થાળે પાડવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર