તાપીનો જન્મદિવસ ઉજવાયો, લોકોએ કોરોના ગાઈડલાઈંસ સાથે તાપી માતાની પૂજા-અર્ચના કરી

શુક્રવાર, 16 જુલાઈ 2021 (13:21 IST)
સૂર્યપુત્રી તાપી માતાના જન્મ દિવસની આજે સુરતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં એકમાત્ર ડક્કા ઓવારા ખાતે આવેલ તાપી માતાના મંદિરે વહેલી સવારથી જ લોકો ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સ અને કોઈ ગાઇડલાઇન સાથે તાપી માતાની પૂજા-અર્ચના કરી હતી.
 
સુરતએ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર છે અને તેના માટે સુરતને સુર્યપુર કહેવાય છે. સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મદિવસ છે. દર વર્ષે તાપી નદીના જન્મદિવસે માતા તાપીની પૂજા કરીને તેને ચુંદડી ચડાવવામાં આવે છે.સુરતની જીવાદોરી સમાન તાપી નદીને સુરતીઓ માતા તરીકે પૂજે છે અને એટલા માટે જ સુરતમાં તાપી નદીના મંદિરો પણ આવેલા છે. જેમાંથી એક મંદિર છે ચોક બજાર ઘંટા ઓવારા પર. જ્યાં દરરોજ આ મંદિરની પૂજા કરવામાં આવે છે અને તાપી માતાને યાદ કરીને આભાર માનવામાં આવે છે.
 
સુરત જ નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતની તાપી નદી જીવાદોરી બની ગઈ છે. અષાઢ સુદ સાતમનાં દિવસે તાપીની જયંતિ ઉજવાય છે.  દર વર્ષે ચોમાસા દરમિયાન સુરતીઓને તાપી નદી હબક ખવડાવી દે છે. પૂરના ખતરાની ઘંટડીઓ વારંવાર વાગ્યા કરે છે. સૂર્યપૂત્રી તાપી નદીના ઈતિહાસથી સૌ કોઈ વાકેફ હશે પણ તાપી નદીના ઉદ્દગમસ્થાનથી લઈ સુરતના ડુમસ નજીક અરબી સમુદ્રમાં વિલીન થવાની તાપી રિવર બેઝીનની રોમાંચક અને યાદ રાખવા જેવી બાબતો અત્રે પ્રસ્તૂત કરવામાં આવી રહી છે. 
 
714 કિ.મી. લાંબી પૌરાણિક તાપી નદી
 
તાપી નદીને તાપ્તી નદી પણ કહેવામાં આવે છે. તાપી અતિ પ્રાચીન પૌરાણિક સંસ્કૃત નામ છે. મધ્ય ભારતની મુખ્ય નદીઓ પૈકીની તાપી એક છે. તાપી નદી 724 કિ.મી. (450 માઈલ) લાંબી છે. ભારતીય દ્વિપકલ્પની મહત્વની નદી છે. તાપીનું ધાર્મિક અને સામાજિક રીતે અલૌકિક મહત્વ રહેલું છે. તાપીની સાથે પૂર્વથી પશ્ચિમ તરફ ગતિમાન કરતી અન્ય બે નદીઓ પણ મળે છે.
 
તાપી નદીનો છે બહોળો પરિવાર
 
તાપી નદી સૂર્યદેવની પુત્રી છે. ત્યારે સૂર્યદેવના સંતાનો માતા રાંદલ, અશ્વિની અને કુમાર પણ છે. કર્ણ પણ સૂર્યદેવના પુત્ર છે. માતા રન્નાદેને નવદુર્ગા માતાજીમાં એક સ્થાન મળેલુ છે. માતા રાંદલનું પ્રગટધામ દડવા છે જ્યાં માતાજીના લોટા તેડવામાં આવે છે. સુરતના એક રાજાને ત્યાં માતાજી રન્નાદે એટલે રાંદલએ દર્શન આપ્યા હતા અને જગ્યા આજે રાંદેરના નામથી ઓળખાય છે. જયારે પાંચ પાંડવના ઓવરાની બાજુમાં સૂર્યદેવના પુત્રો અશ્વિની અને કુમારે સ્થાન લીધું છે. ત્યારે બાજુમાં જ કર્ણને જે જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે ત્રણ પાનનો વડ છે. શનિદેવ પણ સૂર્ય પુત્ર છે અને તાપી પણ સૂર્યપુત્રી છે. આમ તાપી નદીનો બહોળો પરિવાર છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર