કોંગ્રેસના નેતા ધીરુભાઇ ગજેરા ભાજપમાં જોડાશે? રાજકીય માહોલ બન્યો ગરમ

શુક્રવાર, 16 જુલાઈ 2021 (11:08 IST)
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ચૂંટણી નજીક આવતાં પક્ષ બદલવવાનો અને જોડાવવાનો સિલસિલો પણ શરૂ થઇ ગયો છે. આ વખતે આપે પણ ગુજરાતમાં મજબૂતી સાથે એન્ટ્રી કરી છે. તો બીજી તરફ કોંગ્રેસમાં સતત ડખા જોવા મળી રહ્યા છે. ત્યારે કોંગ્રેસને વધુ આંચકો લાગી શકે છે.
 
સુરતના કોંગ્રેસના દિગ્ગજ નેતા ધીરૂભાઇ ગજેરા ભાજપમાં જોડાઇ શકે છે. ધીરૂભાઇ ગજેરા ગુજરાતના રાજકારણમાં મોટું નામ છે. તેઓ પહેલાં પણ ભાજપમાં હતા. ધીરૂભાઇ ગજેરા 2017માં વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહ્યા હતા. પરંતુ હવે કોંગ્રેસ સાથે છેડો ફાડીને ફરીથી ભાજપમાં આવી રહ્યાં છે. 
 
જો ધીરૂભાઇ ગજેરા ભાજપમાં જોડાશે તો ભાજપને મોટો ફાયદો પહોંચી શકે છે. ભાજપ પાટીદાર મત પોતાના પક્ષમાં કરી શકે છે. ગજેરા પરિવારનો પાટીદાર સમાજમાં એક મોટું પ્રભુત્વ જોવા મળે છે.
 
આ સાથે જ ભાજપ સુરતમાં સવાણી VS ગજેરાની રણનીતિ કરવાના મૂડમાં છે. તાજેતરમાં જ સુરતના ટોચના પાટીદાર ઉદ્યોગપતિ મહેશ સવાણી આપ (AAP) માં જોડાયા છે. ત્યારે પાટીદારોની નારાજગી દૂર કરવા ભાજપ માટે ધીરુ ગજેરાનું જોડાવવાથી મોટો ફાયદો થશે. જોકે સૂત્રોના જણાવ્યા અનુસાર ધીરૂભાઇ ગજેરાનું ભાજપમાં જોડાવવું ફાઇનલ છે આ સાથે જ રાજકીય માહોલ ગરમ થઇ ગયો છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર