વાવાઝોડાએ ઉત્તરી રાજ્યોમાં મચાવી તબાહી, અત્યાર સુધી 62 લોકોએ જીવ ખોયા, આજે પણ એલર્ટ

સોમવાર, 14 મે 2018 (09:57 IST)
કુદરતની વિનાશલીલાએ ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં તબાહી મચાવી છે. ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રવિવારે સાંજે જોરદાર ફૂંકાયેલા વાવાઝોડા અને વરસાદે તબાહી મચાવી.  દેશમાં આંધી તૂફાનને કારણે મોતનો આંકડો વધી ગયો છે. અત્યાર સુધી સમગ્ર દેશમાં 62 લોકોના મોત થઈ ગયા છે. આ ઉપરાંત અનેક લોકો ઘાયલ પણ થયા છે.  એકમાત્ર ઉત્તર પ્રદેશમાં જ મોતનો આંકડો 38 પહોંચી ગયો છે. હવામન વિભાગે આગામી બે દિવસ માટે પણ એલર્ટ રજુ કર્યુ છે. 
 
દિવસમાં બેહાલ કરનારી ઉમસભરી ગરમી પછી સાંજે ધૂળભરેલી આંધીએ જનજીવન અસ્ત વ્યસ્ત કરી નાખ્યુ. કલાકો ચાલેલા વરસાદ અને વાવાઝોડાથી અહી લોકો કલાકો સુધી અટવાયા રહ્યા.  વાવાઝોડાને કારણે ઝાડ પડી ગયા અને અનેક વિસ્તારમાં વીજળી ગુલ થઈ ગઈ.  
ઉત્તર ભારતના યુ.પી., દિલ્હી, હરિયાણામાં ધુળની આંધી અને વરસાદે કેર વર્તાવ્યો હતો. અનેક ઠેકાણે વિજળી પડવાના, તો ક્યાંક આગ લાગવાની ઘટનાઓ પણ ઘટી હતી જે જીવલેણ સાબિત થઈ હતી. ભારે હવાના કારણે અનેક ઘરો પણ ધરાશાયી થયાં હતાં. હવામાન ખાતા દ્વારા આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ઉત્તર પૂર્વિય રાજ્યોમાં પણ ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી જારી કરવામાં આવી છે.
તોફાનને કારણે દિલ્હીમાં 70  ફ્લાઇટ્સ રોકી દેવામાં આવી હતી અથવા તેના રૂટ ડાઇવર્ટ કરી દેવાયા હતા. દિલ્હી મેટ્રોની સેવા પણ રોકી દેવાઇ હતી. દેશના અનેક વિસ્તારોમાં આજે પણ તોફાન અને વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થવાની સંભાવના છે. અલીગઢમાં સોમવારે સ્કૂલ બંધ રાખવાનો આદેશ કરાયો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર