ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ પહોચ્યો હોવાની ચર્ચા છે.આજે ગુજરાત કોંગ્રેસ સંગઠનમાં ચાલી રહેલી કામગીરી સંદર્ભે રાહુલ ગાંધી સાથે બેઠક યોજવાની છે ત્યારે આ બંને નેતાઓએ દિલ્હીમાં સાથે જવાનું ટાળ્યુ છે. વિપક્ષ નેતા શુક્રવારે વહેલા દિલ્હી અકિલા રવાના થઇ ગયા છે તો પ્રમુખ દિલ્હી જવા રાતે ઉપડ્યા હતા. બે યુવા નેતા વચ્ચેના ટકરાવને લઇ કોંગ્રેસ ભવનમાં ચર્ચા જાગી છે. કોંગ્રેસમાં જૂથવાદનો સડો નાબુદ થાય તે માટે હાઇકમાન્ડે યુવા નેતાઓને જવાબદારી સોંપી છે .