ગુજરાતમાં દોઢ લાખ કરતાં પણ વધુ લોકો HIV પીડિત છે

શનિવાર, 12 મે 2018 (12:52 IST)
કેન્સર કરતાં પણ વધારે પીડાકારણ ગણાતા એચઆઈવી એઈડ્સની અવગણના લોકોને ભારે પડે છે. અનેક લોકો હાલમાં એચઆઈવી પોઝિટીવનો ભોગ બન્યાં છે. ત્યારે ગુજરાતના એક રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં સૌથી ગંભીર સમસ્યા એચ.આઈ.વી.ની છે. આ અંગે આરોગ્ય કમિશનર જયંતિ રવિએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં 2015માં થયેલા એક સર્વે મુજબ એચ.આઇ.વી. ધરાવતા 1.66 લાખ દર્દીઓ છે અને દર વર્ષે નવા 10,589 દર્દી ઉમેરાતા જાય છે.

ગુજરાતમાં એચ.આઇ.વી. અને એઇડ્સના પ્રસરતા વ્યાપ સામે એક પાઇલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. દેશમાં દર વર્ષે HIVના 75 હજારથી વધુ દર્દીઓ અને રાજ્યમાં દર વર્ષે HIVના 10 હજારથી વધુ નવા દર્દીઓ ઉમેરાય છે. તે જોતા ગુજરાતમાં HIVનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. બે વર્ષનો આ પ્રોજેક્ટ લાગુ કર્યા બાદ દેશભરમાં આ ગુજરાત મોડલનો અમલ કરવામાં આવશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર