અત્યાર સુધીમાં ઓમિક્રોનના લીધે એકપણ મોત નોંધાયું નથી.રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કુલ 24 કેલ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં સૌથી વધુ 13 કેસ છે. જેમાં 8 પુરૂષ અને 5 મહિલા સમાવિષ્ઠ છે. 9ની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે જ્યારે 4 ની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. અમરેલી, આણંદ અને વદોદરા જિલ્લામાં એક-એક કેસ છે, જેમની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે. જ્યારે ગાંધીનગર શહેરમાં 4 કેસ છે જેમાં એક પુરૂષ અને 3 મહિલા છે, તેમની વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી છે. તો રાજકોટની 3 કેસ છે તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.રાજ્યમાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. સાડા છ મહિના બાદ પહેલીવાર 200થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 204 નવા કેસ નોંધાયા છે. જ્યારે 65 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 192 દિવસ અગાઉ એટલે કે 19 જૂને 228 કેસ હતા. તો રાજ્યમાં એક હજારથી વધુ એક્ટિવ કેસ થઈ ગયા છે. રાજ્યમાં આજે ઓમિક્રોનનો 24 નવા કેસ નોંધાયા છે. આજે અમદાવાદ શહેરમાં રાજ્યના સૌથી વધુ 98 અને જિલ્લામાં 2 મળી કુલ 100 નવા કેસ નોંધાયા છે.