અમદાવાદમાં 31 ડિસેમ્બરે 13 હજાર પોલીસકર્મીઓ બંદોબસ્તમાં ખડેપગે રહેશે,ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારની ખેર નથી

મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (16:11 IST)
રાજ્યમાં નિયંત્રણમાં આવી ગયેલો કોરોના ફરીવાર ફૂંફાળો મારી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસો હવે હદ વટાવી રહ્યાં છે. ત્યારે 31મી ડિસેમ્બરે નવા વર્ષની પાર્ટીઓમાં લોકોની ભીડ ના જામે અને સરકારની ગાઈડ લાઈનનું સંપૂર્ણ પાલન થાય તે માટે પોલીસે એક્શન પ્લાન ઘડી નાંખ્યો છે. સતત બે વર્ષથી કોરોનાના કારણે લોકો ઘરમાં હતાં ત્યારે આ વખતે વધુ છુટછાટો હોવાથી લોકો બેદરકાર બનીને ભેગા ના થાય તે માટે પોલીસ કડક વલણ અપનાવશે.

13 હજાર પોલીસકર્મીઓ બંદોબસ્તમાં જોડાશે. ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર પ્રેમવીર સિંહે કહ્યું હતું કે, નવા વર્ષની પાર્ટીમાં લોકોની ભીડ ના જામે તે માટે અમદાવાદમાં પોલીસ જે જગ્યાએ વધુ લોકો ભેગા થતાં હશે ત્યાં કડક કાર્યવાહી કરશે.પાર્ટીના શંકાસ્પદ સ્થળે પેટ્રોલિંગ અને બંદોબસ્ત કરાશે. બીજી તરફ પીધેલા લોકોને પકડવા માટે બ્રેથ એનલાઈઝરનો ઉપયોગ કરાશે. જેમાં કોરોનાનું સંક્રમણ ઘ્યાનમાં રાખીને વારંવાર નોઝલ બદલવામાં આવશે. કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વ્યક્તિઓને ચેક કરવામાં આવશે.અમદાવાદ શહેરમાં રાત્રિ કર્ફ્યૂ 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધીનો છે. 31મી ડિસેમ્બરે રાત્રે આ સમયમાં કર્ફ્યૂની કડક પણે અમલવારી પણ કરવામાં આવશે. 13 હજાર જેટલા પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાશે. રાત્રે તહેનાત રહેવા માટે 12 DCP કક્ષાના અધિકારીઓને સૂચના આપી દેવાઈ છે. અમદાવાદ શહેરમાં 50 જેટલા નાકાબંધી પોઈન્ટ બનાવવામાં આવશે. પોલીસ રસ્તા પર બ્રેથ એનલાઈઝરથી ડ્રિંક એન્ડ ડ્રાઈવનું કડકપણે પાલન કરાવશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર