Atal Pension Yojana ફક્ત 7 રૂપિયા બચાવીને મેળવો 60 હજાર પેંશન ! Taxમાં પણ મળશે છૂટ જાણો સરકારી યોજનાની ડિટેલ્સ

મંગળવાર, 28 ડિસેમ્બર 2021 (15:36 IST)
Atal Pension Yojana: વૃદ્ધાવસ્થામાં ખર્ચની ચિંતા દરેક કોઈને હોય છે, પણ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે પણ રિટાયેરમેંટ સિક્યોર રાખવા માટે સુરક્ષિત રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો સરકારની અટલે પેંશન યોજના(Atal Pension Yojana- APY)માં પૈસા લગાવી શકો છો. 
 
અટલ પેન્શન યોજનાની શરૂઆત  વર્ષ 2015માં કરવામાં આવી હતી. જો કે, તે સમયે આ યોજના અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે શરૂ કરવામાં આવી હતી, પરંતુ હવે 18 થી 40 વર્ષનો કોઈપણ ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરીને પેન્શન મેળવી શકે છે. જેનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં ખાતું છે તેઓ સરળતાથી તેમાં રોકાણ કરી શકે છે. આ યોજનામાં થાપણદારોને 60 વર્ષ પછી પેન્શન મળવાનું શરૂ થાય છે.
 
શુ છે અટલ પેંશન યોજના 
 
અટલ પેંશન યોજના (Atal Pension Scheme)એ ક એવી સરકારી યોજના છે જેમા તમારા દ્વારા કરવામાં આવેલા રોકાણ તમારી વય પર આધારિત છે. આ યોજના હેઠળ તમને ઓછામાં ઓછા 1000 રૂપિયા, 2000 રૂપિયા, 3000 રૂપિયા, 4000 રૂપિયા અને વધુમાં વધુ 5000 રૂપિયા માસિક પેંશન મળી શકે છે. આ એક સુરક્ષિત રોકાણ છે. જેમા જો તમે રજીસ્ટ્રેશન કરાવવા માંગો છો તો તમારી પાસે સેવિગ્સ એકાઉંટ, આધાર નંબર અને એક મોબાઈલ હોવો જોઈએ. 
 
શુ છે આ યોજનાનો લાભ  ?
 
 
આ યોજના હેઠળ 18 થી 40 વર્ષના લોકો અટલ પેન્શન યોજનામાં પોતાનું નામાંકન કરાવી શકે છે. આ માટે, અરજદારનું બેંક અથવા પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોવું આવશ્યક છે. એ પણ ધ્યાનમાં રાખો કે તમારી પાસે માત્ર એક અટલ પેન્શન ખાતું હોઈ શકે છે.
 
આ યોજના હેઠળ તમે જેટલા જલ્દી રોકાણ કરશો તેટલો વધુ તમને ફાયદો મળશે. જો કોઈ વ્યક્તિ 18 વર્ષની વયમાં અટલ પેંશન યોજના સાથે જોડાય છે તો તેને 60 વર્ષની વય પછી દર મહિને 5000 રૂપિયા માસિક પેંશન માટે દર મહિને ફક્ત 210 રૂપિયા જમા કરવા પડશે. આ રીતે આ યોજના સારો પ્રોફીટ આપનારી યોજના છે. 
 
કેવી રીતે મળશે માસિક પેંશન 5000 રૂપિયા 
 
એટલે કે, જો તમે આ સ્કીમમાં દરરોજ 7 રૂપિયા જમા કરો છો, તો તમને દર મહિને 5000 રૂપિયા પેન્શન મળી શકે છે. સાથે જ  દર મહિને 1000 રૂપિયાના માસિક પેન્શન માટે, દર મહિને માત્ર 42 રૂપિયા જમા કરાવવાના રહેશે. અને દર મહિને 2000 રૂપિયાના પેન્શન માટે 84 રૂપિયા, રૂપિયા 3000 માટે 126 રૂપિયા અને 4000 રૂપિયાના માસિક પેન્શન માટે 168 રૂપિયા દર મહિને જમા કરાવવાના રહેશે.
 
ટેક્સ બેનિફિટ 
 
અટલ પેંશન યોજનામાં રોકાણ કરનારા લોકોને ઈનકમ ટેક્સ એક્ટ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીનો ટેક્સ બેનિફિટ પણ મળે છે. તેમાંથી ટેક્સેબલ ઈન્કમ ઘટાડવામાં આવે છે. આ સિવાય કેટલાક મામલામાં 50,000 રૂપિયા સુધીનો વધારાનો ટેક્સ બેનિફિટ મળે છે. એકંદરે, આ યોજનામાં રૂ. 2 લાખ સુધીનુ ડિડક્શન મળે છે.
 
60 વર્ષ પહેલાં મૃત્યુ થાય તો શુ  ? 
 
આ યોજનામાં એવી જોગવાઈ છે કે જો યોજના સાથે સંકળાયેલ વ્યક્તિનું 60 વર્ષ પહેલા મૃત્યુ થાય છે, તો તેની પત્ની/પતિ આ યોજનામાં પૈસા જમા કરવાનું ચાલુ રાખી શકે છે અને 60 વર્ષ પછી દર મહિને પેન્શન મેળવી શકે છે. એક વિકલ્પ એવો પણ છે કે તે વ્યક્તિની પત્ની તેના પતિના મૃત્યુ પછી એક સાથે પુરી રકમનો દાવો કરી શકે છે. જો પત્નીનું પણ મૃત્યુ થાય છે, તો તેના નોમિનીને એક સામટી રકમ આપવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર