સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ માં અભિનેતા રંગશાહીનું સામાજિક સંસ્થા મીડિયા એવમ્ પોલીસ પબ્લિક સહયોગી સંગઠન દ્વારા સૂરતમાં સન્માન

સોમવાર, 2 નવેમ્બર 2020 (13:33 IST)
,
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ નિમિત્તે સામાજિક સંસ્થા મીડિયા એવમ્ પોલીસ પબ્લિક સહયોગી સંગઠન દ્વારા ઓફિસ માં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન ડિંડોલી (સુરત) માં 31 ઓક્ટોબર 2020ના કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બહુમુખી પ્રતિભા ધરાવતા ફિલ્મ અભિનેતા રંગશાહીને સંસ્થાના ગુજરાત પ્રદેશ પ્રમુખ દિલીપભાઇ એન.પટેલ દ્વારા મનોરંજન ક્ષેત્રમાં આપેલા ઉલ્લેખનીય યોગદાન માટે ટ્રોફી અને સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા. આ અવસરે  ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ એચ.એમ.પટેલ, મહારાષ્ટ્રના પ્રદેશ પ્રમુખ હર્ષદ મકવાણા, ખજાનચી લલીત જૈન, ટ્રસ્ટી કેતનભાઇ ચૂનાવાળા, દિનેશ વાધરમહાનુભાવોએ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી.
         રંગશાહી ઇન્દોર (મધ્ય પ્રદેશ)ના રહેવાસી છે. જાણીતા દિગ્દર્શક અનિલ શર્માના ભાઈ અનુજ શર્માએ તેમની ફિલ્મ ઇશ્ક જુનૂન – ધ હીટ ઇઝ ઑનમાં બે હીરો લીધા હતા, એમાંના એક હીરો હતા રંગશાહી. આ ફિલ્મ સુપરહિટ રહી અને નિર્માતાને રંગશાહીનું કામ ઘણું પસંદ પડ્યું. એટલે નિર્માતા અનુજ શર્માએ તેમના બેનર શાંતકેતન એનન્ટરટેઇન્મેન્ટ હેઠળ બનનારી આગામી ફિલ્મ માટે બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા રંગશાહીને હીરો તરીકે સાઇન કર્યા છે. ઉપરાંત રંગશાહી અનેક ઍડ ફિલ્મોમાં પણ કામ કરી ચુક્યા છે. તાજેતરમાં સાઉથની એક ફિલ્મ પણ કરી છે જે ટૂંક સમયમાં રિલીઝ થશે. આમ તો રંગશાહી ઇન્દોર (મધ્ય પ્રદેશ)ના રહેવાસી છે અને ત્યાંના ભૂતપૂર્વ પોલીસ ડીસીપી અશોક રંગશાહીના પુત્ર છે. આ અવસરે રંગશાહીએ સંસ્થાના અધ્યક્ષ દિલીપભાઇ એન.પટેલઅને તેમની સંસ્થાના સભ્યોનો આભાર માન્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર