અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે પાંચ દિવસની તપાસ બાદ એફઆઇઆરમાં દર્શાવેલા 9 ઉપરાંત મુખ્ય આરોપીઓને નાસી જવામાં મદદ કરનારા બે વધુ આરોપીઓની અટકાયત કરી હતી. ત્યારબાદ મંગળવારે મૃતદેહનો સ્વીકાર કરાતા ‘જય ભીમ’ ના નારા સાથે જનમેદની વચ્ચે એમ્બ્યુલન્સમાં તે રખાયો હતો અને ત્યારબાદ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી અને મતિયાદેવ ધામ નજીક નલિયાના ગુડથર ખાતે દફન વિધિ માટે પહોંચી હતી.
આ અંતિમયાત્રાએ 240 કિલોમીટર લાંબુ અંતર કાપ્યું હતું. જોકે આ અંતિમયાત્રાને દેશની સૌથી લાંબી યાત્રા કહી શકાય. આ અંતિમ દરમિયાન રસ્તામાં વિવિધ સ્થળોએ પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. લોકોએ પુષ્પાંજલી અર્પીને ‘જય ભીમ, દેવજીભાઈ અમર રહો’ ના નારા લગાવ્યા હતા. લોકો મોટી સંખ્યામાં રોડની બન્ને તરફ જોવા મળ્યા હતા.
કચ્છના રાપરમાં ગત સમી સાંજે અગ્રણી વકીલ પર છરીથી હુમલો હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.વકીલ દેવજીભાઈ ભાજપના કાર્યાલય બહાર આવી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સે છરી વડે ઉપરાછાપરી ઘા કરતા વકીલ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.ઈજાગ્રસ્ત દેવજીભાઈને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા.