સીઆર પાટીલે કહ્યું કે ભાજપની પાસે નેતૃત્વ છે, અમારો દ્રષ્ટિકોણ ફક્ત ચૂંટણીલક્ષી નથી, પરંતુ પ્રજાલક્ષી છે અને એટલા માટે અમે વારંવાર સફળ થઇ રહ્યા છે.
સીઆર પાટીલનું ધ્યાન દોરવામાં આવ્યું છે કે ગત વખતે ભાજપે ખૂબ ઓછા માર્જિનથી કપરાડા અને ડાંગ સીટો ગુમાવી હતી. તેના જવાબમાં સીઆર પાટીલે કહ્યુંક એ આ વખતે પુરી તૈયારી સાથે આ બે સીટો સાથે જ કુલ આઠ સીટો જીતીશું. ચૂંટણી પંચની આચાર સંહિતા અનુસાર પ્રચાર વર્ચુઅલ થશે. ભાજપ તેના માટે તૈયાર છે. તેમણે કહ્યું કે ભાજપ ચૂંટણી જીતવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે.