સરકારી આદેશ અને વાવાઝોડા કારણે પાંચ દિવસ બાદ આજથી રસીકરણ શરૂ

ગુરુવાર, 20 મે 2021 (09:53 IST)
તૌકતે વાવાઝોડાના કારણે સરકાર સરકારની સૂચના અને માર્ગદર્શનથી શહેરમાં ગત પાંચ દિવસથી કોરોના રસીકરણ બંધ હતું. આજથી એટલે કે ગુરૂવારથી વિભિન્ન વેક્સીન સેન્ટરો પર કોવિશિલ્ડ અને કોવેક્સીનનું રસીકરણ કરવામાં આવશે. શહેરમાં કોરોના રસીકરણનું અભિયાન શરૂઆતમાં જોરશોર ચાલ્યું પરંતુ વેક્સીનની અછતના લીધે થોડા દિવસોથી યુવાને ઓછી સંખ્યામાં રસી લગાવવામાં આવી રહી છે. 1 મેના રોજ સરકારે 18થી 44 વર્ષના વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવતાં યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ વેક્સીનનો સ્ટોક ઓછો હોવાથી દરરોજ સરેરાશ 5 હજાર યુવાનોને જ રસી લગાવવાનો નિર્ણય કર્યો હતો. 
 
સુરત મહાનગરપાલિકાએ રસીકરણ સેન્ટર પર સોશિયલ ડિસ્ટેન્સ જાળવી રાખવા અને વેક્સીનના સ્ટોકને ધ્યાનમાં રાખતાં રજિસ્ટ્રેશન જરૂરી કરી દીધું છે. પહેલા ડોઝ માટે જેમનું રજિસ્ટ્રેશન થશે અને બીજા ડોઝ માટે જેમને એસએમસી દ્વારા  મોબાઇલ પર મેસેજ આવશે તેમને જ વેક્સીન સેન્ટર પર રસી લગાવવામાં આવશે.  
 
સરકારે કોરોના વેક્સીનના ત્રીજા તબક્કામાં 18 થી 44 વર્ષની ઉંમરવાળા લોકોને સામેલ કર્યા હતા. આ યુવા વર્ગમાં કોરોના વેક્સીન લગાવવામાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો જેથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે. આ ઉંમરના લોકોની સંખ્યા સામે વેક્સીનની આપૂર્તિ સિમિત છે. ગુજરાતમાં કોરોના સંક્ર્મણથી પ્રભાવિત દસ જિલ્લામાં યુવાનોનું રસીકરણ શરૂ થયું છે.  
 
વેક્સીનાના બે ડોઝ વચ્ચે 12 થી 16 અઠવાડિયા કરવાના સરકારના આદેશ 14 મે ત્રણ દિવસ સુધી તૌકતે વાવાઝોડાની અસર અને બે દિવસ એટલે કે 19 મે સુધી હેલ્થવર્કર, ફ્રન્ટલાઇન કોરોના વર્કર, તથા 45 વર્ષથી મોટી ઉંમરવાળા તથા સિનિયર સિટિજનને રસીકરણ સ્થગિત રાખવામાં આવ્યું છે. આજથી એટલે કે 20મેથી રાજ્યમાં વિભિન્ન વેક્સીન સેન્ટર પર રસીકરણની કામગીરી શરૂ થશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર