પાટીદાર અનામત આંદોલનનનો અંત લાવવા સરકારે આયોગ રચવાનું લોલીપોપ આપ્યું

બુધવાર, 27 સપ્ટેમ્બર 2017 (12:41 IST)
છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા પાટીદારોના અનામત આંદોલનનો અંત લાવવા માટે સરકારે પાસ અને એસજીપીના આગેવાનો તથા અન્ય છ મહત્વની સંસ્થાઓના હોદેદારો સાથે ગાંધીનગરમાં ત્રણ કલાક જેટલી મેરેથોન મીટીંગ કરી હતી. આમ છતાં કોઇ જ નક્કર પરિણામ આવ્યું નથી. જ્યારે સરકારનો દાવો છે કે કે મીટીંગ સફળ રહી છે. તેમજ બિન અનામત વર્ગનાં લોકો માટે આયોગ રચવાનો અને અનામત આંદોલનમાં પાટીદારો પર પોલીસ દમન કરનારા દોષિતો સામે પગલા લેવા માટે હાઇકોર્ટના નિવૃત જજ દ્વારા તપાસ પંચ નિમવાનો નિર્ણય કરાયો છે. બપોરે અઢી વાગ્યાની આસપાસ શરૃ થયેલી બેઠક સાંજે ૫-૩૦ વાગ્યે પૂરી થઇ હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અગાઉ પણ અનેક વખત આવી બેઠકો થઇ હતી. હજુ ભવિષ્યમાં જરૃર પડયે મીટીંગો ચાલુ રખાશે. સરકારે વિધાનસભામાં ૧૦ ટકા આર્તિક અનામતનો કાયદો પસાર કર્યો હતો. જેનો સુપ્રીમાં કેસ ચાલી રહ્યો છે. ત્યારબાદ માંગણીઓને પગલે સરકારે ઘણા કેસો પાછા ખેંચ્યા હતા. પાસ, એસપીજીના અગ્રણીઓ અન્ય કેસો પાછા કેંચવા અંગે રજૂઆતો કરી રહ્યા છે. અમે બાકીના કેસો પરત ખેંચવાની સંમતિ આપી દીધી છે. જે કેસ પાછા ખેંચવાના છે તેને પાછા ખેંચાશે. તેઓએ ઉમેર્યું કે, સમાજમાં સુલેહ-શાંતિ જળવાઇ રહે તે માટે કોઇ પણ પ્રકારનાં કેસ પાછા ખેંચવા સરકાર તૈયાર છે. શહિદોના પરિવારને નોકરી-સહાય આપવાની વાત છે. સમાજનાં અગ્રણીો જે રકમ નક્કી કરશે તે અપાશે. ઉપરાંત સહકારી સંસ્થાઓમાં તેઓને નોકરી પણ અપાશે. પાટીદાર સંસ્થાના હોદેદારોની મુખ્ય માંગણી આયોગની રચનાની હતી. જેમાં સરકાર ભંડોળ આપે અને તેમાંથી જ વિદ્યાર્થીઓને શિક્ષણ, શિષ્યાવૃતિ, ધંધા-રોજગાર માટેની સહાય વગેરે સહિતની મદદ મળી શકે. આથી સરકારે બિન અનામત જ્ઞાાતિ માટે આયોગ બનાવવાની ખાતરી આપી છે. આ તમામ મુદ્દે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને તમામ સંસ્થાના અગ્રણીઓ પણ સંમત થયા છે. ભાજપનાં ટોચના નેતાઓનું માર્ગદર્શન પણ લેવાયું છે. તેઓ પણ સંપૂર્ણ સહમત છે.નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે આવતીકાલે કેબીનેટની બેઠકમાં આયોગને મંજૂરી અપાશે. તેમજ તપાસ પંચ નીમવાને પણ બહાલી આપી બન્ને નિર્ણયોનો અમલ કરાશે. અનામતની માગણી સાથે ગુજરાતમાં આંદોલન થયું હતું. જેમાં ય્સ્ઘભ ખાતેની વિશાળ રેલી અને જાહેર સભા સંપન્ન થયા બાદ છેલ્લે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ત્યાર બાદથી વાતાવરણ ડહોળાયું હતું. જેમાં અનેક જગ્યાએ તોફાનો થતા કરફ્યુ લાદવો પડયો હતો. પોલીસે વીણીવીણીને પાટીદારોને માર્યા હતા. પોલીસ ગોળીબારમાં કેટલાય પાટીદાર યુવાનોનાં મોત થયા હતા. આ સંદર્ભમાં પાસનાં અગ્રણીઓની માગણી હતી કે ય્સ્ઘભ ગ્રાઉન્ડમાં કોના આદેશથી પોલીસ તૂટી પડી હતી તેની તપાસ કરો. તેમજ આદેશ આપનારા અને દંડા મારનારા પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરો. ઉપરાંત અન્ય કેસોમાં પોલીસ દમન કરનારા સામે પણ કડક પગલા લો. આથી સરકારે આ માગણી સ્વીકારીને ય્સ્ઘભ સહિતની ઘટનાઓની તપાસ કરવા તપાસ પંચ નીમવાની જાહેરાત તો કરી દીધી છે. પરંતુ હવે સરકારને મુંઝવણ છે. કેમ કે જો તપાસ પંચ બારીકાઇથી અને સાચી તપાસ કરીને 'જનરલ ડાયર'ને જ દોષિત ઠેરવી દેશે તો શું ? સરકાર જનરલ ડાયરને કઇ રીતે સજા આપી શકશે ?તેમજ સરકારને મુંઝવણ એવી પણ થઇ રહી છે કે ગામના ચોરને તો પોલીસ પકડી શકે છે પણ ઘરના ચોરને હવે કઇ રીતે પકડાવવો ?

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર