તાપી જિલ્લાના સુંદરપુર અને ભીતખુર્ડ ગામના એક જ પરિવારના 13 સભ્યો હોળીના અવસર પર તાપી નદીમાં હોડીમાં ફરવા નિકળ્યા હતા. નદીમાં ભારે વહેણ અને હવાના લીધે હોળી પલટી ખાઇ ગઇ અને આ અકસ્માતમાં એક બાળકી સહિત બે લોકોના મોત નિપજ્યા છે. સુરક્ષાકર્મીઓએ 6 લોકોને બચાવી લીધા હતા. આ અકસ્માતમાં 5 વર્ષીય બાળકી એલિશા અને રાજેશ કોકણી નામના યુવકનો મૃતદેહ મળતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સમગ્ર ક્ષેત્રમાં સનસની ફેલાઇ ગઇ છે.
ધુળેટીની રજા હોવાથી તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુરા ગામના એકજ પરિવારના 13 જેટલા સબંધીઓ તાપી નદીમાં હોડી લઈ ફરવા માટે ગયા હતા, તેઓ તાપી નદીમાં નાની હોડીમાં બેસી નીકળ્યા હતા,ત્યારે બપોરના સમયે ભારે પવન ને કારણે વણઝારી ફુગારામાં હોડી પલટી જતા 13 જેટલા લોકો ડૂબી ગયા હતા.