Lok Sabha Elections 2024: કૉંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી
શુક્રવાર, 5 એપ્રિલ 2024 (06:40 IST)
કૉંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. જેમાં ગુજરાતના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
આ યાદીમાં સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરાથી જશપાલસિંહ પઢિયારનું નામ જાહેર કર્યું છે.
હજુ પણ કૉંગ્રેસે ચાર બેઠકો પરથી ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે જેમાં મહેસાણા, નવસારી, રાજકોટ અને અમદાવાદ પૂર્વનો સમાવેશ થાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સાતમી મેના રોજ એક જ તબક્કામાં મતદાન થવાનું છે અને હવે એક મહિના જેટલો સમય જ બાકી રહ્યો છે.
ગુજરાતમાંથી કૉંગ્રેસના ઉમેદવારો:
પાટણ – ચંદનજી ઠાકોર
સાબરકાંઠા- ડૉ. તુષાર ચૌધરી
ગાંધીનગર- સોનલ પટેલ
જામનગર – જે.પી. મારવિયા
અમરેલી – જેનીબહેન ઠુમ્મર
આણંદ – અમિત ચાવડા
ખેડા- કાળુસિંહ ડાભી
પંચમહાલ- ગુલાબસિંહ ચૌહાણ
દાહોદ- પ્રભાબહેન તાવિયાડ
છોટાઉદેપુર- સુખરામ રાઠવા
સુરત – નીલેશ કુંભાણી
કૉંગ્રેસે પ્રથમ યાદીમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મેઘાલય, સિક્કિમ, નાગાલૅન્ડ, તેલંગાણા અને ત્રિપુરાની 39 બેઠકો પરના પોતાના ઉમેદવારો જાહેર કર્યા હતા.
યાદીમાં રાહુલ સિવાય છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ અને કે. સી. વેણુગોપાલ જેવાં મોટાં નેતાને સામેલ કરાયા છે.