JEE મેઇન્સ 2021ના ત્રીજા સત્રના પરિણામો જાહેર થયા, અમદાવાદનો પાર્થ પટેલ 100 પર્સેન્ટાઈલ સાથે સ્ટેટ ટોપર

શનિવાર, 7 ઑગસ્ટ 2021 (21:30 IST)
-જાહેર થયેલા પરિણામોમાં 17 વિદ્યાર્થીઓએ 100 ટકા મેળવ્યા છે
-દેશ અને વિદેશના 334 શહેરોમાં 915 પરીક્ષા કેન્દ્રો પરીક્ષાનું આયોજન
 
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા JEE-Main 2021ના ત્રીજા સત્રનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. એલન કરિયર ઇન્સ્ટિટ્યૂટના નિયામક બ્રિજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે, એલનનાં વિદ્યાર્થીઓએ ફરી એક વખત નવા રેકોર્ડ બનાવ્યા છે. વિદ્યાર્થી અંશુલ વર્માએ 100 ટકા મેળવ્યા છે. અંશુલે 100 પર્સેન્ટાઇલ ઉપરાંત 300 માંથી 300નો પરફેક્ટ સ્કોર પણ કર્યો છે.
 
એલેનના વિદ્યાર્થીઓએ બાજી મારી
એલેનના વાઇસ પ્રેસિડેન્ટ તુષાર પારેખે જણાવ્યું કે, એલન અમદાવાદથી પાર્થ પટેલ રાજ્ય કક્ષાએ સ્ટેટ ટોપર છે અને કુલ 7 વિધાર્થીઓ 100 પર્સેન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થયા છે. જેમાં પાર્થ પટેલને મેથ્સમાં  – 100, ધીર હર્ષદ બેંકરને ફિજીક્સ અને મેથ્સમાં - 100, પ્રથમ પી. ઠક્કરને ફિજીક્સ અને કેમેસ્ટ્રી – 100, શિવમ શાહ, પ્રથમ કેશવાની અને  નિસર્ગ પટેલને – ફિજીક્સમાં - 100 અને અઝીમ મોતીવાળાને કેમેસ્ટ્રીમાં – 100 માર્ક્સ પ્રાપ્ત થયા છે. આ પ્રસંગે એલન અમદાવાદના સેન્ટર હેડ અને આઈ.આઈ.ટી ડીવિઝનના વડા સુમિત ગુપ્તા તથા મેડિકલ ડીવીઝનના વડા પંકજ બાલદી ઉપરાંત સિનિયર ફેકલ્ટીઝએ પાર્થની આ ઉપલબ્ધીની પ્રશંશા કરી.  
 
17 વિદ્યાર્થીઓએ 100 ટકા મેળવ્યા
માહેશ્વરીએ જણાવ્યું હતું કે, દેશ અને વિદેશના 334 શહેરોમાં 915 પરીક્ષા કેન્દ્રો પર 20, 22, 25 અને 27 જુલાઈના રોજ સાત શિફ્ટમાં આ પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ભારત સિવાય બહેરીન, કોલંબો, દોહા, દુબઈ, કાઠમંડુ, કુઆલાલંપુર, લાગોસ, મસ્કત, રિયાધ, શારજાહ, સિંગાપુર અને કુવૈતના પરીક્ષા કેન્દ્રો પણ સામેલ હતા. કુલ 7.09 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. આ સિવાય 3 અને 4 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના 7 પરીક્ષા શહેરો કોલ્હાપુર, પાલઘર, રત્નાગીરી, સાંગલી, સાતારામાં યોજાયા હતા. જેમાં 1899 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પરીક્ષા 13 પ્રાદેશિક ભાષાઓમાં પણ લેવામાં આવી હતી. 
 
17 વિદ્યાર્થીઓએ 100 ટકા મેળવ્યા
જાહેર થયેલા પરિણામોમાં 17 વિદ્યાર્થીઓએ 100 ટકા મેળવ્યા છે. આ સાથે NTA દ્વારા 48 રાજ્યના ટોપર્સની યાદી પણ બહાર પાડવામાં આવી છે. પરિણામોમાં, કેટેગરી મુજબ ટોપર્સની સાથે, પુરુષ-સ્ત્રી ટોપર્સની યાદી પણ બહાર પાડવામાં આવી હતી. મેલ કેટેગરીમાં 10 અને ફિમેલ કેટેગરીમાં 16 ટોપર જાહેર કરવામાં આવ્યા છે. JEE મુખ્ય ત્રીજી સત્રનું પરિણામ 7 દશાંશ NTA સ્કોરના રૂપમાં બહાર પાડવામાં આવ્યું છે. આ ટકાવારી દરેક પાળીમાં દેખાતા વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે જારી કરવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર