અમદાવાદમાં દેવું થતાં ડેન્ટિસ્ટના વિદ્યાર્થીએ મિત્રો સાથે મળી 12 મોટરસાયકલની ચોરી કરી

મંગળવાર, 13 ફેબ્રુઆરી 2024 (12:14 IST)
car theft case solved

 


- ડેન્ટિસ્ટની કેરિયર છોડી લેણામાં સરી પડેલા યુવકે   ડઝન બાઈકની ચોરી કરી
- બે મિત્રની સાથે મળી વાહનોની ચોરી
- ત્રણ યુવકોની એક i20 કાર સાથે ધરપકડ કરી


અમદાવાદમાં એક યુવકે પોતાની ડેન્ટિસ્ટની કેરિયર છોડી લેણામાં સરી પડેલા બે મિત્રની સાથે મળી વાહનોની ચોરી કરવાનું નક્કી કર્યું હતું. જેમાં ત્રણેયે મળી એક ડઝન બાઈકની ચોરી કરી લીધી હતી. તેઓએ સાથે મળી સુપ્રીમ કોર્ટના ક્લાર્કની કાર પણ ઉઠાવી લીધી હતી.

આ લોકોએ પોતાનું દિમાગ વાપરી ચોરીનાં વાહનોનો રેપિડોમાં ઉપયોગ કર્યો હતો. જેમાં તેમણે 122 રાઇડ પણ ફેરવી દીધી હતી. અમદાવાદ શહેરના અલગ-અલગ વિસ્તારમાં એક ડઝનથી વધુ વાહનોની ચોરી ઝોન-1 કોડના PSI એચ. એચ. જાડેજાની ટીમ દ્વારા ડિટેક્ટ કરવામાં આવી હતી. તેમણે ત્રણ યુવકોની એક i20 કાર સાથે ધરપકડ કરી છે. આ કારની તપાસ કરતા સુપ્રીમ કોર્ટના ક્લાર્કની હોવાનું સામે આવ્યું હતું. ત્રણેય ચોર યુવકની પોલીસે પૂછપકરછ કરતા ચોંકાવનારી અનેક બાબતો સામે આવી હતી.


આ 3 યુવક પહેલાંથી જ મિત્રો હતા. જેમાંથી એક આરોપી ડેન્ટિસ્ટનો અભ્યાસ કરતો હતો. જ્યારે બીજા બે કોરોના દરમિયાન નાનો-મોટો વેપાર કરતા હતા. આ વચ્ચે તેઓ દેવાદાર થઈ ગયા હતા. એક સારા પરિવારના હોવા છતાં તેમણે તાત્કાલિક રૂપિયા કઈ રીતે કમાવવા તેના માટે પોતાનું દિમાગ દોડાવવાનું શરૂ કર્યું હતું. જેમાં રાહુલ અને તેના મિત્ર દિલીપ અને યોગેશ ભેગા મળીને વાતો કરતા હતા કે, મારે દેવું થઈ ગયું છે. તો બીજાએ પણ કહ્યું હતું કે, મારે પણ દેવું છે, તો હવે શું કરવું? જે બાદ ત્રણેયે દિમાગ લગાવી ટૂંકા ગાળામાં પૈસાદાર થવાની લાલચમાં આવી ચોરી કરવાનું વિચાર્યું હતું.ચોરીની શરૂઆત તેઓએ સ્પ્લેન્ડર મોટર સાઇકલથી કરી હતી. તેમાં એક જ સોકેટ બદલવાના કારણે તેઓ ડાયરેક્ટ વાહન ચાલુ કરી શકતા હતા. તેમણે એક-બે નહીં બાર સ્પ્લેન્ડર બાઇકની ચોરી કરી હતી. ત્રણેય પોતાનું દિમાગ લગાવી બાઈકની નંબર પ્લેટ સાથે છેડછાડ કરી રેપિડોમાં ફેરવતા હતા. જેમાં તેમણે 122 રાઇડ પણ ફેરવી દીધી હતી. આ વચ્ચે ત્રણ યુવકોમાંથી એક યુવકની નજર કાર પર પડી હતી અને તેની ચોરી કરી લીધી હતી.આ ક્લાર્કની કાર બગડી જતાં તેણે માનસી સર્કલ પાસે રિપેરિંગ માટે મૂકીને જતો રહ્યો હતો. તે સમયે એક ચોરે આ કાર ત્યાં જોઈ હતી. આ કારની અંદર રહેલી ચાવી ચોરે કાઢી અને ડુપ્લિકેટ બનાવી દીધી હતી. જોકે, 48 કલાક બાદ જ્યારે કાર રિપરે થઈ જતાં કારનો માલિક ગેરેજ ઉપર આવ્યો હતો અને કાર લઇને ગયો હતો. કાર માલિક કાર લઈ વસ્ત્રાપુર પાસે આવેલા સરકારી વસાહતમાં લઇ ગયો હતો. જ્યાં મોડી રાત્રે આ ચોરે ત્યાંથી કાર ચોરી કરીને ભાગી ગયો હતો. આ પ્રમાણે આખી ચોરીના રેકેટનો પર્દાફાશ થયો છે અને અમદાવાદ પોલીસને એક મહત્ત્વની સફળતા મળી છે. 2 લાખની કિંમતની હ્યુન્ડાઇ આઇ-20 ગાડી, 2.58 લાખની કિંમતની 11 મોટરસાઇકલ તથા 2 મોબાઈલ મળીને કુલ 4.63 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર