અમદાવાદના ઈતિહાસમાં પહેલીવાર આ પ્રકારની ફાઈટનું આયોજન થવા જઈ રહ્યું છે. આ રેસલિંગ ફાઈટમાં પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત સહિતનાં રાજ્યોમાંથી લગભગ 25 જેટલા રેસલર્સ ભાગ લેશે.આ ટૂર્નામેન્ટમાં ભારતના WWEના ખેલાડી કે વિદેશના ખેલાડીઓ જોવા મળશે કે કેમ એ અંગે આયોજકોએ કહ્યું હતું કે, ભારતમાં અત્યારસુધીમાં ધ ગ્રેટ ખલી, જિંદ મહાલ, શેરા સહિતના ઘણા બધા ખેલાડીઓ છે, જે હાલમાં WWEમાં ફાઈટ કરી રહ્યાં છે, હાલમાં તેઓ અમેરિકામાં વ્યસ્ત હોવાના કારણે અમે તેમને અહીં બોલાવી નથી શકવાના, પણ આ ટૂર્નામેન્ટમાં મારો નાનો ભાઈ રવિ પ્રજાપતિ સહિતના ખેલાડીઓ આવીને પોતાનું પર્ફોર્મન્સ બતાવવાના છે.જે રીતે WWEમાં બેલ્ટ આપવામાં આવે છે, એ જ રીતે આ ટૂર્નામેન્ટમાં પણ બેલ્ટ આપવામાં આવશે, અંદાજે 7 કરતાં વધુ ફાઈટ યોજાશે, જેમાં સિંગલ, ટેગ, રોયલ રંબલ સહિતના ફોર્મેટની અંદર ફાઈટનું આયોજન કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સ્પોર્ટ્સ ઓથોરિટીના નીનામાં સર, રાજદીપભાઈ રીબડા સહિત ઘણા લોકોને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું છે.