ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી ભારેથી અતિભારે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા દેખાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં 4 સપ્ટેમ્બરથી જ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળે તેવી સંભાવના છે.હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે બંગાળની ખાડીમાં એક નવો લૉ-પ્રેશર એરિયા બની ગયો છે અને આ સિસ્ટમ હજી પણ વધારે મજબૂત બને તેવી શક્યતા છે.
હવામાન વિભાગે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ અસર થઈ શકે છે. અગામી 3 દિવસ પછી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને ત્યારબાદ 5 દિવસ સુધી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે મેટ્રોસિટી અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાઈ શકે છે.