ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ રદ કરવામાં આવી, શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી

બુધવાર, 2 જૂન 2021 (14:40 IST)
ગુજરાત શિક્ષણ બોર્ડે 12માની બોર્ડ પરીક્ષા રદ્દ કરી દીધી છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેંદ્ર સિંહ ચુડાસમાએ આ માહિતી આપી છે. કોરોના સંક્રમણને જોતા રાજ્ય સરકારે એક બેઠક બાઠ આ નિર્ણય લીધો છે. ગુજરાતમાં કુલ 6 લાખ 92 જાર વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં છે. જેમને માટે આ રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકાર દ્વારા સીબીએસઈ 12માની પરીક્ષાઓ રદ્દ કરવાનુ એલાન કર્યા પછી રાજ્ય સરકારનો આ નિર્ણય સામે આવ્યો છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકોના હિતમાં સીબીએસસીની પરીક્ષા રદ્દ કરવાના લીધેલા નિર્ણય બાદ ગઈકાલ રાતથી ગુજરાતનો શિક્ષણ વિભાગ અને શિક્ષણ બોર્ડ કામે લાગી ગયું છે. કેમ કે ગુજરાત બોર્ડે પરીક્ષાની તારીખો અને કાર્યક્રમ જાહેર કરી લીધા બાદ પીએમએ લીધેલા નિર્ણયથી ગુજરાત સરકાર કફોડી સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. CBSEની પરીક્ષા અંગેના નિર્ણય બાદ ગઈકાલે મોડી રાત સુધી મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ વચ્ચે સતત બેઠકો યોજાઈ હતી. અને CBSEની પરીક્ષા રદ થયા બાદ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો.12ની પરીક્ષા અંગેની ફેર વિચારણા કરવી કે કેમ તે મામલે સતત મનોમંથન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે રાજ્યમંત્રી મંડળની બેઠકમાં ગુજરાતમાં પણ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ગઈકાલે(મંગળવાર) 5 વાગ્યે ગુજરાત બોર્ડે ઉતાવળમાં CBSEની પરીક્ષાના નિર્ણયની રાહ જોયા વિના જ ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું હતું. આ ટાઈમ ટેબલ જાહેર થયાના બે કલાક બાદ કેન્દ્ર સરકારે CBSEની પરીક્ષા રદ કરતા સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે હવે ગુજરાત બોર્ડની પરીક્ષાનું શું થશે? ત્યારબાદ આજે અઢી કલાકની કેબિનેટની બેઠક બાદ અંગે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

 ગુજરાત ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી ધોરણ-12ની વાર્ષિક પરીક્ષા આ વર્ષ માટે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતીમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં ધોરણ-૧ર CBSE પરીક્ષાઓ આ વર્ષે નહિં યોજવાની ગઇકાલ મંગળવારે જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભમાં વિશદ ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકારે પ્રધાનમંત્રીના આ નિર્ણયના સમર્થનમાં ગુજરાતમાં પણ ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-12 ની આ વર્ષે યોજાનારી પરીક્ષાઓ રદ કરવાનો એટલે કે નહિ યોજવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, આ બોર્ડની પરીક્ષાઓ અંગેની હવે પછીની આગળની કાર્યવાહી ભારત સરકારની ગાઇડ લાઇન્સ – માર્ગદર્શિકા મુજબ રાજ્ય સરકાર કરશે
 
શિક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું કે, આગામી તા.7મી જૂનથી શરૂ થઇ રહેલા નવા શૈક્ષણિક સત્રમાં પણ ઓનલાઇન એજ્યુકેશનની પદ્ધતિ પ્રવર્તમાન કોરોના સ્થિતીને અનુલક્ષીને યથાવત રહેશે

ટ્વિટર પર છેલ્લા 15 દિવસોથી 'કેન્સલ બોર્ડ એક્ઝામ' હૈશટૈગ દ્વારા અભિયાન ચાલી રહ્યુ હતુ. પરીક્ષા રદ્દ થયા પછી બોર્ડ એક્ઝામ્સ કૈસલ્ડ થી લોકોએ સોશિયલ મીડિયા પર ખુશી મનાવી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર