CBSE Board 12 Exam- પરીક્ષા વિના પાસ થશે, પરિણામથી નાખુશ વિદ્યાર્થીઓ પાસે આ વિકલ્પ હશે

બુધવાર, 2 જૂન 2021 (11:41 IST)
કોરોનાની ત્રીજી લહેરની શકયતાઓ અને ખતરાના વચ્ચે સરકારએ સીબીએસઈની 12મા ધોરણની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રી મોદીએ સોમવારે આ મુદ્દા પર રાજ્ય અને બીજા હિતધારકોથી વ્યાપક ચર્ચા પછી નિર્ણય લીધો. તેથી હવે આ સવાલ ઉભો થઈ રહ્યો છે કે  આખરે કયા આધારે વિદ્યાર્થીઓના પરિઁણામ નક્કી કરવામાં આવશે.  જો વિદ્યાર્થી તેમના પરિણામથી ખુશ નહી થાય તો તે માટે શું વિક્લ્પ છે જાણો જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેઠકમાં સીબીએસઈ ઑફીસરએ કહ્યુ કે 12માં ધોરણના વિદ્યાર્થીઓના પરિણામને વેલ ડિફાઈંડ માનદંડના મુજબ સમયસર રીતે તૈયાર કરવામાં આવે તેમજ સીબીએસઇ બોર્ડ તરફથી આ સગવડ માટે પણ કહ્યુ છે કે જો કોઈ વિદ્યાર્થી તેના પરિણામથી ખુશ ન થાય તો  તેને ઑફલાઇન પરીક્ષા માટે બીજી તક આપવી જોઈએ. પરંતુ આ ફક્ત તે સંજોગોમાં થશે જ્યારે કોરોના સંબંધિત પરિસ્થિતિ સામાન્ય થશે.

બેઠકમાં શામેલ કેંદ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યુ કે પરિણામ તૈયાર કરવા માટે ઈંટરનલ પરીક્ષાને આધાર બનાવવામાં આવશે. અત્યારે સુધી વિદ્યાર્થીઓના જે 11 મા અને 12ના જે બે ઈંટરનલ પરીક્ષા થઈ છે તેના એસસમેંટના આધાર પરિણામ આપવામાં આવશે. દરેક પરીક્ષામાં તેના એડમિશન માટે ગયા વર્ષની જેમ સગવડ પણ રહેશે અને આગળ જતા જ્યારે પરિસ્થિતિ નાર્મલ થશે તો પરીક્ષા આપી શકશે.

જો તમે વિચારી રહ્યા છો કે સીબીએસઈ પરિણામને કઈ રીતે પારદર્શી અને બધા માટે તૈયાર કરી શકે છે તો તેનો જવાબ છે બોર્ડ દ્વારા દસમા માટે તૈયાર કરેલ નવી પરીક્ષા પૉલીસી. સીબીએસઈ બોર્ડએ દસમાના વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવા માટે જે પૉલીસી અજમાવી છે. તેમાં સાત શાળાના ટીચર્સની સાથે પ્રિસિંપલને શામેલ કરતા એક પરિણામ કમિટી બનાવવાની પણ વાત કરી છે આ કમિટી પરિણામ તૈયાર કરવામાં પૂર્ણ ભૂમિકા ભજવશે.

 
આ કમિટીમાં પ્રિસિંપલના સિવાય સાત ટીચર્સ હશે જે પરિણામને ફાઈનલ રૂપ આપશે. આ પાંચ ટીચર્સ એક જ શાળામાંથી હશે. આ પાંચ ટીચર ગણિત, સૉશલ સાઈંસ, સાયંસ અને બે ભાષાના હશે. તે સિવાય કમિટીમાં બે ટીચર્સ નિકટની કોઈ અન્ય શાળાના હશે, જેઓને શાળા કમિટીના એક્સટર્નલ મેંબરના રૂપમાં શામેલ કરાશે. બની શકે છે કે બોર્ડ આ રીતની પૉલીસી 12મા માટે પણ અજમાવે.

સીબીએસઈંની તરફથી રજૂ પૉલીસીના એનેક્શચર વનમાં આપવામાં આવ્યુ છે આ કમિટી કઈ રીતે તૈયાર થશે. આ કમિટીનો નામ રિઝલ્ટ કમેટી હશે જેના ચેયરપર્સન શાળાના પ્રિસિંપલ હશે ત્યારબાદ એવા પાંચ ટીચર્સ પસંદ કરાશે જે વિદ્યાર્થીઓના એકેડેમિક પરફાર્મેંસથી સારી રીતે પરિચિત હોય. એટલે જેમણે આ બાળકોને ભણાવ્યા છે અને તેમના સંપર્કમાં રહ્યા છે.

તે સિવાય જે બે ટીચર કમિટીમાં બહારથી જોડાશે તેના વિશે આ સુનિશ્ચિત કરાશે કે તે પરિણામ વિશે ઈમાનદારીથી અસેસમેંટ કરશે. આ ટીચર પણ સીબીએસઈ એફિલિએટેડ શાળાથી હોવા જોઈએ જે ધોરણ 10ને જ ભણાવતા હોય પણ સાથે જ એ પણ યાદ રાખવાનુ છે કે કોઈ ટીચર જે એક શાળાના પરિણામ કમિટીમાં છે તે બીજા શાળાની કમિટીમાં શામેલ નહી થઈ શકે.  બન્ને શાળા એક બીજા સાથે  આ સુનિશ્ચિત જરૂર કરી લે. એટલુ જ નહી આ બંને શાળા એક જ મેનેજમેંટની ન હોવી જોઈએ.

આ કમિટીના પ્રથમ જવાબદારી મહામારી કાળમાં દસમાનુ  નિષ્પક્ષ અને ભેદભાવ વગર પરિણામ તૈયાર કરવાનુ  છે. કમિટીના બધા સભ્યોને પૉલીસીની બધી જાણકારી હોવી જોઈએ. તે સિવાય તે એક બીજાથી વાતચીત કરીને તેના વિશે વધુથી વધુ જાણકારી રાખતા હોય.
 
એવુ કહેવાય રહ્યુ છે કે બોર્ડ આ રીતે 12મા માટે એસસમેંટ માટે યોજના બનાવશે જેથી આ વિદ્યાર્થીઓના પારદર્શી રીતે મૂલ્યાંકન થઈ શકે.  

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર