Gujarat Live news- ધો. 10 અને 12 નાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

બુધવાર, 19 ફેબ્રુઆરી 2025 (08:19 IST)
ધો. 10 અને 12 નાં વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર મળી રહ્યા છે. બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ શાળાઓએ ડાઉનલોડ કરી શકશે.
 
27 ફેબ્રુઆરી પરીક્ષા યોજાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા પરીક્ષા ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનાર છે. જેમાં ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષા 27 ફેબ્રુઆરી, 2025થી શરૂ થનાર છે.

08:24 AM, 19th Feb
ગુજરાતની એક માત્ર એવી નગરપાલિકા જ્યાં ભાજપનો થયો સફાયો
દેવભૂમિ દ્વારકાની સલાયા નગરપાલિકા ભાજપના પંજાથી દૂર રહી ગઇ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ નગરપાલિકામાં વોર્ડ નં 1 અને 2 માં આમ આદમી પાર્ટીનો વિજય થયો છે. 

08:24 AM, 19th Feb
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની થયેલી પ્રચંડ જીત પછી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રેસ કૉન્ફરન્સને સંબોધી હતી.
 
સી.આર.પાટીલે જીત પછી કહ્યું હતું કે, “સૌથી પહેલાં આ જીત માટે હું ભાજપના પાયાના કાર્યકર્તાઓનો આભાર માનું છું. આ ચૂંટણીમાં ભાજપનો સ્ટ્રાઇકરેટ લગભગ 96 ટકા જેટલો રહ્યો છે, તે એક મોટો રેકૉર્ડ છે.”
 
સી.આર.પાટીલે કહ્યું હતું કે, “જે અમારી ધારણા હતી તેમાં થોડી કચાશ રહી ગઈ છે. અમારે 68માંથી 68 નગરપાલિકા જીતવી હતી. પરંતુ અમે 68માંથી લગભગ 62 નગરપાલિકામાં સત્તા પર આવ્યા છીએ. કૉંગ્રેસને માત્ર એક જ નગરપાલિકામાં જીત મળી છે. કૉંગ્રેસની અતિશય નાલેશી થઈ છે.”

08:23 AM, 19th Feb
ગુજરાત: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા ભાગની બેઠકોનાં પરિણામો જાહેર
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા ભાગની બેઠકોનાં પરિણામો જાહેર થઈ ગયાં છે.
 
સાંજે પોણા સાત સુધીમાં હવે માત્ર નગરપાલિકાની 50 બેઠકોનાં જ પરિણામ જાહેર થવાનાં બાકી છે.
 
નગરપાલિકાની કુલ 1844માંથી 1794 બેઠકોનાં પરિણામ જાહેર થઈ ગયાં છે.
 
1794માંથી કોને ફાળે કેટલી બેઠકો ગઈ?
 
ભાજપ: 1341 બેઠકો
 
કૉંગ્રેસ: 252 બેઠકો
 
આમ આદમી પાર્ટી: 27 બેઠકો
 
બસપા: 18 બેઠકો
 
અપક્ષો: 151 બેઠકો
 
અન્ય: 5 બેઠકો

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર