શિવરાજે સીટ તૂટવાની ફરિયાદ કરી હતી
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે X પર પોસ્ટ કરીને કહ્યું કે આજે મારે ભોપાલથી દિલ્હી આવવું હતું, પુસામાં ખેડૂત મેળાનું ઉદ્ઘાટન કરવું હતું, કુરુક્ષેત્રમાં કુદરતી ખેતી મિશનને મળવું હતું અને ચંદીગઢમાં ખેડૂત સંગઠનના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવી હતી. આ માટે મેં એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI436માં ટિકિટ બુક કરાવી હતી અને મને સીટ નંબર 8C ફાળવવામાં આવ્યો હતો. હું જઈને સીટ પર બેઠો, સીટ તૂટેલી હતી અને અંદર ખાબકેલી હતી. બેસવું દુઃખદાયક હતું.