ભરુચમાં વિદ્યાર્થીની સેલ્ફી લેવા માટે રાહુલ ગાંધીની બસ પર ચઢી ગઈ
ગુરુવાર, 2 નવેમ્બર 2017 (11:14 IST)
કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના રોડ શોને ભરુચમાં એકદમ રોકી દેવો પડ્યો હતો. બન્યું એવું કે રોડ શોના પહેલા દિવસે ભરૃચમાં રાહુલ ગાંધીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.યુવાઓમાં પણ રાહુલને જોવાનો ક્રેઝ જોવા મળ્યો હતો.ભરૃચની ડીપીએસ સ્કૂલમાં ધો 10ની વિદ્યાર્થીની પણ ભીડમાં બુકે સાથે રાહુલનુ સ્વાગત કરવા માટે ઉભી હતી.તેણે રાહુલ..રાહુલ ના નામની બૂમો પાડી હતી. રાહુલનુ પણ તેના તરફ ધ્યાન ગયુ હતુ. તેમણે કિશોરીને બસ પર આવવા દેવાની સિક્યુરિટીને સૂચના આપી હતી.
કિશોરી બસ પર ચઢી હતી અને તેણે રાહુલને બૂકે આપ્યો હતો.એ પછી તેણે સેલ્ફી માટે રાહુલ ગાંધીને રીક્વેસ્ટ કરી હતી.જે પણ રાહુલે માન્ય રાખી હતી અને તેની સાથે સેલ્ફી ખેંચાવી હતી. ત્યાર બાદ આ કિશોરીને રાહુલના અંગરક્ષકોએ નીચે ઉતારી હતી. રાહુલે પણ તેને નીચે ઉતરવામાં મદદ કરી હતી. હવે આ ઘટનાનો વિડીયો અને તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ છે.