ભાજપના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાનો આરોપ, મોદીના દૂધ પૌંઆનું બીલ 12270 રૂપિયા

મંગળવાર, 31 ઑક્ટોબર 2017 (13:37 IST)
મોદી સરકાર પર તેમના જ પક્ષના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ આરોપ મુક્યા કે 2005માં રણોત્સવ દરમિયાન મોદી સરકાર દ્વારા ખોટા બીલ મુકવામાં આવ્યા હતા. જેમાં તત્કાલીન સીએમ મોદીએ આરોગેલા દૂધપૌવાનું રાજ્ય સરકારમાં રૂ.12270નું બીલ મૂકવામાં આવ્યું હતું. શરદપૂનમમાં મોટેભાગે ખાવામાં આવતી સ્વીટ ડિશ દૂધપૌવાએ મોદી વિરોધીઓના મોઢામાં કડવો સ્વાદ ભર્યો છે.  તેમણે કહ્યું કે ‘RTIમાં જાહેર થયું છે કે કઈ રીતે ખર્ચાને વધારી વધારીને દર્શાવવામાં આવ્યા છે.’

ઉપરાંત મેહતા આરોપ મૂક્યા હતા કે મોદીએ આ દરમિયાન આચારસંહિતાનો પણ ભંગ કર્યો હતો. ઓક્ટોબર 14થી ઓક્ટોબર 16 2015 વચ્ચે કચ્છમાં આયોજીત કરવામાં આવેલ રણોત્સવ દરમિયાન અહીં જિલ્લા અને તાલુકા પાંચાયતની ચૂંટણી એક સપ્તાહ બાદ યોજાવાની હતી. રાજ્ય સરકારે ચૂંટણી કમિશનને આશ્વાસન આપ્યું હતું કે ઉત્સવ દરમિયાન કોઈ જિલ્લા અધિકારીઓ અને ચૂંટણી ફરજના અધિકારીઓ આ ઇવેન્ટ સાથે જોડવામાં નહીં આવે. પરંતુ અધિકારીઓ ઇવેન્ટમાં મોદીની સાથે જોવા મળ્યા હતા.તેમણે વધુમાં કહ્યું કે, ‘તેટલું જ નહીં સફેદ રણને ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવા માટે યોજવામાં આવેલ આ ઇવેન્ટ માટે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા વિવિધ સ્પોન્સરશિપ તરીકે રુ. 2.55 કરોડ ઉઘરાવવામાં આવ્યા હતા અને પાછળથી આ બધા લોકોને મોટું કન્સેશન આપવામાં આપવામાં આવ્યું હતું.’ઘટનાના આટલા વર્ષ બાદ આ સવાલ ઉઠાવવાના પ્રશ્ને તેમણે કહ્યું કે, ‘તેઓ RTI દ્વારા માહિતી એકઠી કરતા હતા આ કારણે તેમને આટલો સમય લાગી ગયો હતો.’ ભાજપ તરફથી જયનારાયણ વ્યાસા કહ્યું કે, ‘આ અંગે હાલ કોઈ કોમેન્ટ કરવી વહેલું ગણાશે. સુરેશભાઈ ક્યા આધારે આ દાવો કરી રહ્યા છે તે તો ડોક્યુમેન્ટ્સ જાહેર થયા પછી જ કહી શકાય. પરંતુ જો તેમણે જે તે સમયે આ ધાંધલી જણાઇ હતી ત્યારે જ કેમ પ્રશ્ન ન ઉઠાવ્યો તે બીજા પ્રશ્નો ઉભા કરે છે.’

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર