પ્રથમ વખત વિધાનસભા સંકુલમાં મુખ્યપ્રધાન સહિતના મંત્રીઓએ કરી હોળી પર્વની ઉજવણી

મંગળવાર, 7 માર્ચ 2023 (14:23 IST)
ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન ઈતિહાસમાં પ્રથમ વખત આજે ધારાસભ્યો વિધાનસભા પરિસરમાં રંગોત્સવની ઉજવણી કરવામાં આવી છે. ધારાસભ્યો સાથે મળીને એક બીજાને રંગીને ધૂળેટીનો ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વિધાનસભા અધ્યક્ષ અને મુખ્યમંત્રીને પણ હોળીની ઉજવણીમાં ભાગ લીધો હતો.
 
આદિવાસી પારંપરિક નૃત્ય સહિત ઢોલ નગારા સાથે ધુળેટીની ઉજવણી
વિધાનસભામાં આદિવાસી પારંપરિક નૃત્ય સહિત ઢોલ નગારા સાથે ધુળેટીની ઉજવણી કરવામાં આવી હતી. નેચરલ કલર અને કેસુડા દ્વારા હોળી વિશેષ ઉજવણી કરી હતી. આ દરમિયાન ભાવનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જીતુ વાઘાણી તલવારની જેમ લાકડી ફેરવતા જોવા મળ્યા હતા.  આ હોળી પર્વની ઉજવણીમાં કોંગ્રેસ પક્ષના સભ્યો ભાગ લેશે નહિ.  
 
હાર્દિક પટેલે કોંગ્રેસ પર કરી ટીકા 
 
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે, કોંગ્રેસે ભાગ નહીં લઈને હોળીની સંસ્કૃતિનો વિરોધ કર્યો છે. કેસુડામાં કેસરિયો હોવાથી કોંગ્રેસ ગેરહાજર રહ્યું છે.
 
100 કિલો કેસૂડાના ફૂલ મંગાવવામાં આવ્યાં
વિધાનસભાના અધ્યક્ષે ધારાસભ્યોને પરિસરમાં ધૂળેટી રમવા માટે પરવાનગી આપી હતી. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો એક બીજા પર રંગ નાંખીને રંગોત્સવ મનાવશે. રંગોત્સવની ઉજવણી માટે 100 કિલો કેસૂડાના ફૂલ મંગાવવામાં આવ્યાં હતો. કેસૂડાના રંગે રંગાઈને ધારાસભ્યો પરિસરમાં ધૂળેટીના તહેવારની ઉજવણી કરી હતી. 
 
ધૂળેટી બાદ એક દિવસ ક્રિકેટ મેચનું આયોજન
કેમિકલ યુક્ત રંગોને બદલે પ્રાકૃતિક રંગોથી પારંપરિક રીતે હોળી રમવામાં આવે તેવો સંદેશ ધારાસભ્યો જનતાને આ કાર્યક્રમ થકી આપવામાં આવ્યો હતો. આજે વિધાનસભા સંકુલમાં આવેલા મેદાનમાં આ હોળી રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભાનું સત્ર પૂર્ણ થયે એક ક્રિકેટ મેચનું આયોજન પણ કરવાનું વિચારાઇ રહ્યું છે. જેમાં ચૂંટાયેલા સભ્યોની એક કે વધુ ટીમ બનશે. જો કે ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ ધારાસભ્યો દરેક ટીમમાં સરખી રીતે વહેંચાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર