Gujarat Budget Live : શ્રમિક અન્નપૂર્ણા યોજના માટે રૂ. 85 કરોડની જોગવાઈ, પાંચ રૂપિયામાં ભોજન આપવામાં આવશે.

શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (12:35 IST)
-- રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે 250 કરોડની જોગવાઈ 
- ખેડૂતોને વીજ જોડાણ અને રાહત દરે વીજળી માટે 8278 કરોડ 
- પ્રાકૃતિક ખેતી અને દેશી ગાયના નિભાવ ખર્ચ માટે 203 કરોડ 
-  નગરપાલિકા વીજળીબીલમાં સહાય માટે 100 કરોડની ફાળવની 
-  મનપાના વિસ્તારમાં આઈકોનિક બ્રિજ માટે 100 કરોડની ફાળવણી 
-  નર્મદાના પાણી કચ્છ વિસ્તારમાં વિતરણ માટે 1970 કરોડ 
- સૌરાષ્ટ્રમાં નર્મદાના પાણી પહોંચાડવા 725 કરોડની જોગવાઈ 
- ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ માટે 8738 કરોડની જોગવાઈ 

- માર્ગ મકાન વિભાગ માટે 20,642 કરોડની જોગવાઈ 
-  રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ માટે 3568 કરોડની જોગવાઈ 
- સચાના શીપ બ્રેકિંગ યાર્ડ ફરી શરૂ કરવા માટે 24 કરોડની જોગવાઈ 
-  50 ઈલેક્ટ્રિક બસોની ખરીદી માટે 24 કરોડની જોગવાઈ 
-  RTO સરળીકરણ માટે એમ ગવર્નન્સ શરૂ કરાશે 
-  અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહક વિભાગ માટે 2165 કરોડની જોગવાઈ 
- 71 લાખ રાશન કાર્ડ ધારકોને અન્ન વિતરણ વ્યવસ્થા માટે 617 કરોડ 
- જૂના પુલના પુન: બાંધકામ માટે 550 કરોડની જોગવાઈ 
- ભાવનગર પોર્ટ ટ્રાફિક માટે 297 કરોડની જોગવાઈ 
 
- શહેરી માળખાના ડેવલોપમેંટ માટે 8080 કરોડની જોગવાઈ 
-  માનવ ગરિમા યોજના માટે 15 કરોડની જોગવાઈ 
- ઓક્ટ્રોય નાબૂદી વળતર માટે 3041 કરોડની જોગવાઈ  
- રાજ્યના આર્થિક વિકાસ પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એર કનેક્ટિવિટી વધારાશે 
- દ્વારકામાં નવા એરપોર્ટનુ નિર્માણ 
- 42 કરોડ વિદ્યાર્થીઓને સાઈકલ આપવા 
- આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે 
- ચિલ્ડ્રન હોમ બનાવવા માટે 8 કરોડની જોગવાઈ 
- 3 લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ માટે 520 કરોડની જોગવાઈ 
-  તબીબી સેવાઓ માટે કુલ 1278 કરોડની જોગવાઈ 
- રાજ્યમાં 198 એબુલેંસ વસાવવા માટે 55 કરોડની જોગવાઈ 
- આયુષની વિવિધ યોજનાઓ માટે 377 કરોડની જોગવાઈ 
- મહિલા અને બાળ વિકાસ માટે 6064 કરોડની જોગવાઈ 

ઓનલાઈન શિક્ષણનો વ્યાપ વધારવા લાઈબ્રેરી બનાવશે 
- શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર માટે 2538 કરોડની જોગવાઈ 
- પીવાનુ પાણી, રસ્તા, પ્રાથમિક સુવિદ્યાઓ આપવાનુ લક્ષ્ય 
દિવ્યાંગજનોને એસટી બસમાં મફત મુસાફરી 
- દિવ્યાંગજનોને સાધન સહાય માટે 42 કરોડની જોગવાઈ 
- નિરાધાર બાળકો માટે માસિક સહાય 73 કરોડની જોગવાઈ 
- આંબેડકર આવાસ, પંડિત દિનદયાળ આવાસ યોજન માટે 222 કરોડની જોગવાઈ 
- સાતફેરા સમૂહ લગ્ન સહાય યોજના હેઠળ 10 કરોડની જોગવાઈ 
- મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજનાની જાહેરાત કરાઈ 
આગામી 5 વર્ષ ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાયુ 
- 3 લાખ 1 હજાર 22 કરોડનુ બજેટ તૈયાર કરાયુ -
- ગુજરાતને ગ્રોથ એંજીનનુ બિરુદ મળ્યુ 
- ગુજરાતનો વિકાસ 12.36 ટકા
- - મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે 6 હજાર 64 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
-  અન્નપુર્ણા શ્રમિક યોજના
-  અન્નપુર્ણા શ્રમિક યોજનાના 150 નવા કેન્દ્રો શરુ કરાશે
-  ગુજરાત રાજ્ય દેશનુ ગ્રોથ એન્જિન
- નાણામંત્રીએ કહ્યું ગુજરાત રાજ્ય દેશનું ગ્રોથ એન્જિન છે. 
-  નાણામંત્રીએ રજૂ કર્યુ બજેટ  
- નાણામંત્રી કનું દેસાએ ગુજરાત રાજ્યનું બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યુ. નાણામંત્રી કનુ દેસાઈ -  સતત બીજી વાર બજેટ રજૂ કરી રહ્યા છે.
-  આ અમૃતકાળ અને આત્મનિર્ભર ભારતનું બજેટ : CM 
-  રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બજેટ રજૂ થાય તે પહેલા કહ્યું કે આજનું બજેટ અમૃતકાળ અને આત્મનિર્ભર ભારતનું બજેટ હશે. આ બજેટ લોકોની આશાને પૂર્ણ કરનારુ હશે.

15 ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો ગુરુવારથી પ્રારંભ થયો છે અને શુક્રવારે (આજે) નાણાકીય વર્ષ 2023-24નું સ્ટેટ બજેટ રજૂ કરવામાં આવશે. નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરશે. જ્યારે વિરોધપક્ષ પેપરલીક, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે શાસક પક્ષ ભાજપને ઘેરવાનો પ્રયાસ કરશે. કનુ દેસાઈ સતત ત્રીજી વખત બજેટ જાહેર કરશે.
 
સત્રના વિસ્તૃત ઍજન્ડા અનુસાર આ સત્ર 29મી માર્ચ સુધી ચાલશે. જેમાં સરકારે કેટલાંય બિલ લાવવાની ઇચ્છા ધરાવે છે.જેમાં પેપર લીકની ઘટનાઓને રોકવા માટે ગુરુવારે પાસ કરાયેલું'ધ ગુજરાત પબ્લિક ઍક્ઝામિનેશન (પ્રિવેન્શન ઑફ અનફેર મિન્સ) બિલ, 2023'મહત્ત્વનું છે.
 
આ પહેલાં ગુરુવારે સત્રની શરૂઆત થઈ ત્યારે ગૃહે ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીના નિધન પર શોકસંદેશ જાહેર કર્યો હતો.
 
આ પહેલાં સંબંધિત સત્રના વિસ્તૃત કાર્યક્રમની ચર્ચા બુધવારે બિઝનેસ ઍડવાઇઝરી કમિટી (બીએસી)ની બેઠકમાં કરાઈ હતી.
 
આ બેઠક વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીની આગેવાનીમાં મળી હતી.આ બેઠકમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા અમિત ચાવડા સહિત વિરોધ પક્ષના નેતાઓ હાજર રહ્યા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર