દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડવાને લઈને ગુજરાત સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જે મુજબ સુપ્રીમ કોર્ટના આદેશનું ખાસ પાલન કરવાનું રહેશે, ગુજરાતમાં દિવાળી તહેવારને પગલે ફટાકડા ફોડવા અંગે રાજ્ય સરકારે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે. સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશો અનુસાર આ વર્ષે રાજ્યમાં ફટાકડા ફોડવાની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવાનો ચેતાવણીભર્યો સંદેશ પણ આપવામાં આવ્યો છે.
- ભારે ઘોંઘાટવાળા ફટાકડા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાથી તથા વધુ પ્રમાણમાં હવાનું પ્રદુષણ પેદા કરતાં બાંધેલા ફટાકડા (Joint firecrackers, Series crackers or Larl.) પર સુપ્રિમ કોર્ટ દ્વારા પ્રતિબંધ મુકવામાં આવેલો છે.
- તમામ કોમર્સ વેબસાઈટને ઓનલાઈન તમામ પ્રકારનાં ફટાકડાનાં રેચાણ પર પ્રતિબંધ મુકેલ છે.
- ફટાકડા બનાવવા માટે બેરીયમનાં ઉપયોગ પર સુપ્રિમ કોર્ટે પ્રતિબંધ મુકેલો છે.