ભૂજમાં પત્નીએ પતિને જીવતો સળગાવ્યો, પતિએ પૈસા આપવાનો ઈનકાર કરતા કરી હત્યા

સોમવાર, 13 ઑક્ટોબર 2025 (12:35 IST)
ભૂજમાં પત્નીએ પતિને જીવતો સળગાવ્યો, પતિએ પૈસા આપવાનો ઈનકાર કરતા કરી હત્યા

ભૂજમાં સામત્રા ગામે પત્નીએ પૈસા માટે પતિને જીવતો સળગાવ્યો. પતિએ પૈસા આપવાનો ઈનકાર કરતા આંગણામાં આવેલા ગેરેજમાં લઈ જઈ પતિ પર જ્વલનશીલ પદાર્થ છાંટ્યું. 60 વર્ષીય પતિ પર 42 વર્ષીય પત્નીએ દિવાસળી ચાંપી દીધી. ગંભીર દાઝેલા પતિનું સારવાર દરમિયાન મોત થયું છે.

ભુજના સામત્રા ગામમાં રહેતા 60 વર્ષીય ધનજીભાઈ પટેલે પહેલી પત્નીના મૃત્યુ બાદ લગભગ દોઢ વર્ષ પહેલાં કૈલાસ નામની યુવતી સાથે બીજા લગ્ન કર્યા હતા. કૈલાસના પોતાના પહેલાં પતિ સાથે છૂટાછેડા થઈ ગયા હતા. ધનજીભાઈને ત્રણ દીકરા છે પરંતુ, તેમાંથી બે વિદેશમાં છે અને એક પોતાના જ ગામમાં સ્વતંત્ર પોતાના પરિવાર સાથે રહે છે. ધનજી પટેલ અને કૈલાસ બંને એકલા રહેતા હતાં. જોકે, લગ્ન બાદ કૈલાસે ધનજી પટેલની પહેલી પત્નીના અંદાજિત 18 તોલા સોનાના દાગીના લઈ લીધા હતા. આ દાગીનામાં મંગળસૂત્ર, પાટલા, કંઠી અને વીંટીનો સમાવેશ થાય છે. ધનજી પટેલ જ્યારે આ દાગીના પરત માંગતા તો તે પાછા ન આપતી અને ઝઘડા કરતી. આ દરમિયાન કૈલાસે ભૂજમાં પોતાના નામે એક ઘર ખરીદ્યું હતું, જેના હપ્તા પણ ધનજી પાસેથી લઈ જતી. જો તે કૈલાસને રૂપિયા આપવાની ના પાડે તો તે જાનથી મારી નાંખવાની ધમકી આપતી હતી

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર