ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં પાછલા કેટલાક દિવસોથી વરસાદ લગભગ સાવ બંધ થઈ ગયો છે. તેની જગ્યાએ હવે અમદાવાદ સહિતનાં શહેરો અને અન્ય જિલ્લાઓમાં ધીમે ધીમે ઠંડીનો માહોલ પ્રસરતો જોવા મળી રહ્યો છે. દિવાળીની આસપાસ ગુજરાતનું હવામાન ફરી એકવાર બગડે અને કમોસમી માવઠું પડે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે.
વરસાદી માહોલની વાત કરીએ તો ગુજરાતના દરિયાની પાસે થોડા દિવસો પહેલાં સર્જાયેલા શક્તિશાળી 'શક્તિ' નામના વાવાઝોડાએ રાજ્યમાં વરસાદની સિઝન થોડી લાંબી ખેંચાશે તેવી શક્યતાઓ પેદા જરૂર કરી હતી. જોકે, 'શક્તિ' વાવાઝોડું નબળું પડ્યા બાદથી રાજ્યમાં વરસાદ જોવા નથી મળ્યો.
હવામાન વિભાગના અનુસાર હાલ પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર પર એક લો-પ્રેશર સિસ્ટમ છે. જો કે, તેની ગુજરાત પર કોઈ અસર થવાની શક્યતાઓ નહીવત્ત છે. આ સાથે રાજ્યમાંથી ચોમાસાએ વિદાય અધિકારીક રીતે થઇ ચુકી હોવાનું પણ હવામાન વૈજ્ઞાનિક એ.કે દાસે જણાવ્યું હતું.