સુરત સિવિલ ચાર રસ્તા નશાખોરની બબાલ

ગુરુવાર, 18 નવેમ્બર 2021 (20:46 IST)
સુરત સિવિલ ચાર રસ્તા નજીક એક નશાખોરની જાહેરમાં ધોલાઈ કરવામાં આવી હતી. ઇજાગસ્ત ભાઈને પથ્થર અને લાકડાના ફટકાથી મારી નાખવાની કોશિશ કરનાર નશાખોર ભાઈ કાબૂ ન આવતાં આખરે લોકોને જાહેરમાં ફટકારવાની ફરજ પડી હતી. સારવાર માટે લઈ જવાતા ભાઈની 108 એમ્બ્યુલન્સ સામે રોડ પર સૂઈ જઈ જાહેરમાં તમાશો કરનારને આખરે પકડીને પોલીસ પીસીઆર વાનને સોંપાતાં મામલો થાળે પડ્યો હતો. લગભગ કલાક સુધી ચાલેલા આ વિવાદમાં બન્ને ભાઈઓ નશાખોર અને ફૂટપાથ પર રહેતા હોવાનું સામે આવ્યું હતું.
 
ઉલ્લેખનીય છે કે ફૂટપાથ પર જ રહેતા એક પરિવારનું પાકીટ ચોરીને લઈ બન્ને ભાઈઓ સાથે જાહેરમાં ઝઘડો થયો હતો. ત્યાર બાદ નશાખોર ભાઈ હાથમાં દંડો લઈ આરોપ લગાડનાર પરિવાર પર તૂટી પડતાં મામલો બગડ્યો હતો. જોકે સામા પક્ષે એ જ દંડા વડે નશાખોર યુવકને જાહેરમાં ફટકારી જમીન પર પાડી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ સિવિલ ચાર રસ્તા પર તહેનાત પોલીસકર્મચારીઓ અને ટીઆરબીના જવાન બન્ને પક્ષકારોને છોડાવવા દોડી આવ્યા હતા.
 
નશાખોર ભાઈને સારવાર માટે લઈ જતી 108 એમ્બ્યુલન્સની સામે સૂઈને મારી લાશ પરથી ગાડી લઈ જાઓની બૂમો પાડી આખો વિસ્તાર માથે ઉપાડી લીધો હતો. જોકે પોલીસકર્મચારી અને રાહદારીઓએ એમ્બ્યુલન્સ સામે સૂઈ ગયેલા નશાખોરને ઉપાડીને લઈ ફૂટપાથ પર બેસાડતાં પોલીસની પીસીઆર વાન આવી ગઈ હતી. માંડ માંડ મામલો થાળે પડ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર