હાર્દિક પટેલને ઝટકો, રાજ્ય બહાર કાયમી પ્રવાસ કરવાની મંજુરી હાઈકોર્ટે ફગાવી

ગુરુવાર, 18 નવેમ્બર 2021 (17:10 IST)
હાર્દિક પટેલ સેશન કોર્ટે અમદાવાદ ખાતે પંદર દિવસ માટે ગુજરાત બહાર જવાની મંજૂરી આપી હતી. આજે હાઇકોર્ટમાં આ સંદર્ભમાં હાર્દિકે કરેલી અરજીની સુનાવણીમાં કોર્ટે મંજૂરી આપી નથી. ઉલ્લેખનીય છે કે પાટીદાર અનાતમત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ પર રાજદ્રોહનો કેસ થયો હતો અને તેમની ધરપકડ કરી અને તેમને સુરતની લાજપોર જેલમાં મૂકી દેવામાં આવ્યા હતા.
 
હાર્દિક પટેલને રાજ્ય બહાર જવાની પરવાનગી અંગે આજે ઝટકો મળ્યો છે. હાર્દિક પટેલને હાલમાં રાજ્ય બહાર જવા માટે કોર્ટની પરવાનગી લેવી જરૂરી છે. ત્યારે હાર્દિકે રાજ્ય બહાર કાયમી પ્રવાસ કરવા માટે પરવાનગી માંગી હતી પરંતુ આજે ગુજરાત હાઇકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હોવાના અહેવાલ છે.
 
અગાઉ પણ હાર્દિક અંગત અને રાજકીય પ્રવાસો માટે પરવાનગી માંગી બહાર ગયા હતા ત્યારે હવે તેમણે આ મુદ્દે કાયમી ધોરણે રાજ્ય બહાર જવાની પરવાનગી માંગી હતી ત્યારે કોર્ટે તેમની અરજી ફગાવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર