દહેજની ભારત રસાયણમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગ, 31થી વધુ લોકો ઘાયલ, 9ની હાલત ગંભીર

મંગળવાર, 17 મે 2022 (20:20 IST)
દહેજની એગ્રો કેમિકલ્સ અને પેસ્ટીસાઈડ્સ કંપની ભારત રસાયણમાં બ્લાસ્ટ સાથે ભીષણ આગની ઘટના સામે આવી છે. પ્રાથમિક અહેવાલો મુજબ બોઇલર ફાટતા ઘટના બની હતી. ભીષણ આગ લાગતાં 10થી વધુ ફાયર ફાયટરોની ટીમે ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જ્યારે 6થી વધુ એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત અને દાઝી ગયેલા કામદારોને ભરૂચ લવાયા હતા. આ દુર્ઘટનામાં 31થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 9ની હાલત ગંભીર છે. જેમાં ત્રણ કામદારો 70%થી વધુ દાઝી જતાં વધુ સારવાર અર્થે વડોદરા ખસેડાયા હતા.
 
દહેજની ભારત રસાયણ કંપનીમાં બપોરના સમયે ઉત્પાદન પ્રક્રિયા ચાલી રહી હતી. ત્યારે પ્રચંડ ધડાકો થતા દહેજ ધણધણી ઉઠ્યું હતું. આસપાસની કંપનીઓના કામદારોમાં પણ ભયના માહોલ વચ્ચે આસપાસના ગ્રામજનોમાં પણ પ્રચંડ ધડાકાને લઈ ફફડાટ ફેલાઈ ગયો હતો. સમયાંતરે ધડાકા સાથે ભીષણ આગ ભભૂકી ઉઠતા જિલ્લામાં ફાયર અને બ્લાસ્ટનો મેજર કોલ અપાયો હતો.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર