કોરોનાનો કળકાટ વધ્યો: આંકડો 10 હજારની નજીક પહોંચ્યો, 4ના મોત

બુધવાર, 12 જાન્યુઆરી 2022 (20:16 IST)
રાજ્યમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. તહેવારો નજીક છે ત્યારે વધતા જતા કોરોનાના કેસ વધુ મુશ્કેલી સર્જી શકે છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 9941 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 4 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3449 લોકોએ કોરોનાને માત આપી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 85 હજાર 718 થઈ ગયા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10137 લોકોના મૃત્યુ થયા છે. 
 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વિસ્ફોટ
 
અમદાવાદ કોર્પોરેશનમાં 3843
સુરત કોર્પોરેશનમાં 2505
વડોદરા કોર્પોરેશનમાં 776
રાજકોટ કોર્પોરેશનમાં 319
ગાંધીનગર કોર્પોરેશનમાં 150
ભાવનગર કોર્પોરેશનમાં 130
જામનગર કોર્પોરેશનમાં 77
જુનાગઢ કોર્પોરેશનમાં 39
સુરતમાં 265
નવસારીમાં 147
વલસાડમાં 218
કચ્છમાં 105
દેવભૂમિ દ્રારકામાં 56
ભરૂચમાં 217
ખેડામાં 94
આણંદમાં 98
રાજકોટમાં 56
પંચમહાલમાં 26
ગાંધીનગરમાં 94
વડોદરામાં 86
અમદાવાદમાં 61
મોરબીમાં 102
નર્મદામાં 20
અમરેલીમાં 26
મહેસાણામાં 63
અરવલ્લીમાં 7
બનાસકાંઠામાં 53
પાટણમાં 49
ભાવનગરમાં 26
સુરેન્દ્રનગરમાં 34
ગીર સોમનાથમાં 30
મહિસાગરમાં 20
દાહોદમાં 30
જામનગરમાં 24
તાપીમાં 19
પોરબંદરમાં 14
છોટા ઉદેપુરમાં 1
બોટાદમાં 2
જુનાગઢમાં 11
ડાંગમાં 5
 
કોરોનાને લીધે ચાર લોકોના મૃત્યુ
ગુજરાતમાં આજે કોરોનાને લીધે ચાર લોકોના મૃત્યુ થયા છે. સુરત શહેરમાં બે, રાજકોટ ગ્રામ્યમાં એક અને વલસાડમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. રાહતની વાત છે કે ગુજરાતમાં આજે ઓમિક્રોનનો એકપણ કેસ સામે આવ્યો નથી. 
 
રાજ્યમાં કોરોનાની સ્થિતિ
ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 43726 થઈ ગઈ છે. જેમાં 51 દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10137 લોકોના નિધન થયા છે. કોરોનાની સારવાર બાદ 831855 લોકો સાજા થઈ ચુક્યા છે. રાજ્યનો રિકવરી રેટ 93.92 ટકા છે. રાજ્યમાં આજે 3 લાખ 2 હજાર 33 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી 9 કરોડ 38 લાખ 31 હજાર 668 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર