જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ધરાશાયી થતાં 6 મજૂરો દબાયા, 4ના મોત 2 ઘાયલ

બુધવાર, 5 જાન્યુઆરી 2022 (18:35 IST)
અંકલેશ્વર જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં કન્સ્ટ્રકશનનું કામ ચાલી રહ્યું હતું તે દરમિયાન દીવાલ ધરાશાયી થતાં દોડધામ મચી જવા પામી હતી. આ ઘટનામાં 6  લોકો દબાયા  જેના પગલે કંપનીના સત્તાધીશોએ બચાવ કાર્ય હાથ ધર્યું હતું. તે દરમિયાન દીવાલ નીચે દબાઈ જવાથી એક કામદારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. જયારે પાંચ કામદારોને બચાવી તેઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જે દરમિયાન કોન્ટ્રાક્ટર સહીત અન્ય ત્રણ કામદારોનું મોત નીપજ્યા હતા. જયારે અન્ય બે કામદારો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર