અમદાવાદમાં ખાડા વાળા રસ્તે પડી ગયેલા અમદાવાદીને ફ્રેક્ચર, કોર્પોરેશન પાસે દોઢ લાખનું વળતર માંગ્યું.

સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (15:20 IST)
વરસાદ પછી અમદાવાદના રસ્તા પર ઘાટલોડિયાના એક રહેવાસી સ્કૂટર પરથી પડી જતા તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પર રૂ. 1.2 લાખનો દાવો માંડ્યો છે.ઘાટલોડિયાના 50 વર્ષના દેવેન્દ્ર ભાઈએ તેમને થયેલા હાડકાના ચાર ફ્રેકચર્સ માટે AMCને રૂ. 1.20 લાખની નોટિસ ફટકારવાનું નક્કી કર્યું છે. ખાડા ખરબચડા વાળા રોડ પર સ્કૂટર ચલાવતી વખતે તે સ્કૂટર પરથી પડી ગયા હતા અને તેમને પાંસળીમાં બે ફ્રેક્ચર તથા ડાબા હાથમાં બે ફ્રેક્ચર્સ થઈ ગયા છે. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે  “હું સરદાર પટેલ સ્ટેડિયમ સિટી સિવિક સેન્ટર પર જતો હતો ત્યારે આ એક્સિડન્ટ થયો. રસ્તો એટલો ખરાબ હતો કે મેં મારુ ટુ-વ્હીલરનું બેલેન્સ ગુમાવી દીધુ અને પડી ગયો.

નસીબ જોગે હું કોઈ બીજા વાહન સાથે ન અથડાયો, નહિં તો મારો ખેલ ખતમ થઈ ગયો હોત.  હું મારા વકીલ મારફતતે સોમવારે વળતર માટે નોટિસ મોકલાવીશ.   ડોક્ટરે મને 60-65 દિવસ માટે આરામ કરવા જણાવ્યું છે. મને એવુ લાગે છે કે જ્યાં સુધી અમદાવાદીઓ તેમના હક માટે નહિં લડે ત્યાં સુધી AMC તેમને નજર અંદાજ કરતું જ રહેશે.  નારણપુરા રેલવે ટ્રેક પાસે ખરાબ થઈ ગયેલા રસ્તા અંગે પૂછવામાં આવતા AMCના વેસ્ટ ઝોનના એડિશનલ એન્જિનિયર નરેન્દ્ર મોદીએ જણાવ્યું, “આ રોડનો પટ્ટો મેટ્રો અને એએમસી એમ બંને ઓથોરિટી મેઈનટેઈન કરે છે. એક વાર વરસાદ અટકે પછી અમે તેના પર ધ્યાન આપીશું.”

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર