દક્ષિણ ગુજરાતમાં 15થી 17 જૂને ચોમાસુ બેસી શકે
અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે ચક્રવાતને લીધે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ થઈ શકે છે. રાજ્યમાં 8થી 11 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતાઓ છે. તેમણે ચોમાસાને લઈને કહ્યું હતું કે, દક્ષિણ ગુજરાતમાં 15થી 17 જૂને ચોમાસુ બેસી શકે છે. જ્યારે 22થી 25 જૂને રાજ્યના અન્ય વિસ્તારોમાં ચોમાસુ બેસવાની શક્યતાઓ છે.
હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી
ગુજરાતમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ બાદ હવે હવામાન વિભાગે વાવાઝોડાની આગાહી કરી છે. હવામાન વિભાગે અરબી સમુદ્રમાં સર્ક્યુલેશન બનવાની સંભાવના હોવાનું પણ કહ્યું છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. આ સાથે 7 જૂન આસપાસ સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બની શકે છે. જેને કારણે દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. જૂન મહિનાની 7 થી 11 વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં 5 તારીખે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે. ચોમાસુ લક્ષદ્વીપ પહોંચ્યું છે હવે આગામી સમયમાં મુંબઈ પહોંચશે ત્યાર બાદ ગુજરાતનું ચિત્ર સ્પષ્ટ થશે