ગુજરાતમાં ચૂંટણી જાહેરાત થયાં પછી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીતવા માટે દાવેપેચ શરૂ કરી દીધા છે. પ્રચારથી લઈ બેઠકોનો ધમધમાટ શરૂ કર્યો છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી દીધી છે. ચૂંટણીની જાહેરાત થયા બાદ AAP દ્વારા વિધાનસભા ચૂંટણી માટે 11મી યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં વધુ 12 નામોની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા માટે આમ આદમી પાર્ટી સજ્જ બની ગઇ છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોની 11મી યાદી જાહેર કરી છે. 11મી યાદીમાં પાર્ટીએ ગાંધીધામ, દાંતા, પાલનપુર, કાંકરેજ, રાધનપુર, મોડાસા, રાજકોટ ઈસ્ટ, રાજકોટ વેસ્ટ, કુતિયાણા, બોટાદ, ઓલપાડ અને વરાછા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. તાજેતરમાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયાને વરાછા રોડ બેઠક પરથી ટિકિટ આપી છે. જ્યારે ધાર્મિક માલવિયાને ઓલપાડ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે.