ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022- અમદાવાદની એલિસબ્રિજ સીટ પર પિતાની ટીકિટ કપાતા દિકરો ગિન્નાયો, ભરત સોલંકી પર શાહી ફેંકી

સોમવાર, 7 નવેમ્બર 2022 (11:03 IST)
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી પર એલિસબ્રિજ પર કોંગ્રેસ બેઠકના દાવેદાર રશ્મિકાંત સુથારના દીકરા રોમીન સુથારે કોંગ્રેસ કાર્યાલય પર શાહી ફેંકી હતી.

પિતાને ટિકિટ ના મળતા દીકરાએ ઉશ્કેરાઈને નારા લગાવી શાહી ફેંકી હતી. જોકે, એલિસબ્રિઝ પર પોલીસે તાત્કાલિક રોમીન સુથારની અટકાયત કરી હતી. રોમીન સુથારે જણાવ્યું હતું કે, મારા પિતા છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. કોંગ્રેસમાં મારા પિતાએ અનેક જવાબદારીઓ સંભાળી છે. પક્ષ માટે વફાદારી રાખનાર મારા પિતાની અંતિમ સમયે ટિકિટ કાપવામાં આવી છે. ટિકિટ માત્ર ભરતસિંહ સોલંકીના કારણે જ કાપવામાં આવી છે માટે મેં કોંગ્રેસ કાર્યાલય પર ભાજપની બી ટીમ ભરતસિંહ કહીને શાહી ફેંકી હતી જેનો મને અફસોસ નથી.ભરતસિંહ સોલંકી પોતાનું સંગઠન મજબૂત કરવા માટે પોતાના જ નજીકના માણસોને જ ટિકિટ આપે છે. ભરતસિંહ કોંગ્રેસમાં રહીને જ ભાજપની બી ટીમ તરીકે કામ કરીને કોંગ્રેસને નબળું કરવાનું કામ કરે છે. મારી નારાજગી માત્ર ભરતસિંહ સોલંકી માટે જ છે અન્ય નેતાઓ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે.ભાજપ સરકારની નિષ્ફળતાઓને રજુ કરતું તહોમતનામાં અંગે ગુજરાત કોંગ્રેસે  પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન ભ્રષ્ટાચાર સાથે બેરોજગારીનો મુદ્દો ઉછળ્યો હતો. તો મોરબીની દુર્ઘટનાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ મામલે કોંગી આગેવાનોએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર સામે અમે સત્તાવાર આંકડાના આધારે તોહમતનામું રજૂ કરીએ છીએ. 27 વર્ષ થી ભાજપનું શાસન છે. ભાજપે શાળાઑ બનાવી નથી.  કોંગ્રસના શાસનમાં તમામ સરકારીઑ બની છે અને 1995 સુધીની સરકારી શાળાઓનું કોંગ્રેસના રાજમાં નિર્માણ થયું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર