અમરનાથ યાત્રામાં જામનગરના રહેવાસીનું મોત

બુધવાર, 2 ઑગસ્ટ 2023 (17:40 IST)
જામનગરના કલ્પેશભાઈ ઝવેરીનુ અમરનાથયાત્રા દરમિયાન મૃત્યુ થયું છે. તેઓ જામનગરની વિદ્યોતેજક મંડળ નામની શૈક્ષણિક સંસ્થામાં ફરજ બજાવતા હતાં. કલ્પેશભાઈનુ અમરનાથ યાત્રા દરમિયાન  ઓક્સિજન લેવલ ઘટતા મૃત્યું નીપજ્યું છે. જેમના મૃતદેહને અમરનાથથી જામનગર લાવવામાં આવ્યો છે.
 
અગાઉ વડોદરાના અમરનાથ યાત્રીનું અસહ્ય ઠંડીને કારણે મોત નિપજ્યું હતું. આ દરમિયાન વધુ એક ગુજરાતીનું મોત થયાની વિગતો સામે આવી છે. 
જામનગરના કલ્પેશભાઈ ઝવેરીનુ નું  મોત નિપજ્યું છે. ઉમર આશરે 53 વર્ષ હતી અને જેઓ જામનગરની શૈક્ષણિક સંસ્થા વિદ્યોતેજક મંડળમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા 
 
તબિયત વધુ ગંભીર થતાં તેમનું મૃત્યું થયું હતું. 
પાપ્ત વિગતો મુજબ કલ્પેશભાઈની તબિયત લથડતા તેમને ત્યાંની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તબિયત વધુ ગંભીર થતાં તેમનું મૃત્યું થયું હતું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર