જામનગર તાલુકાના તમાચણ ગામે વાડી વિસ્તારમાં અઢી વર્ષની બાળકી ખુલ્લા બોરવેલમાં પડી જતાં ફસાઈ ગઈ હતી. ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં ફાયરની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી રેસ્ક્યૂ હાથ ધર્યું હતું. અઢી વર્ષની માસૂમ રમતાં રમતાં 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. બાળકી હાલ બોરની અંદર 20 ફૂટ નીચે ફસાયેલી જોવા મળી રહી છે. બચાવ ટીમને બાળકીના હાથ દેખાયા હતા. તેમજ ઓક્સિજન આપવાની કાર્યવાહી ચાલું કરવામાં આવી છે. જામનગર તાલુકાના તમાચણ ગામમાં અઢી વર્ષની બાળકી 35થી 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં ફસાઈ ગઈ છે. વાડી વિસ્તારમાં બોરવેલમાં બાળકી ફસાઈ જતાં આસપાસના લોકો તેમજ ગ્રામજનો દોડી આવ્યાં હતાં. ફાયરની ટીમની સાથે 108ની ટીમ પણ બાળકીને બચાવવા તાત્કાલિક દોડી આવી હતી. ટીમોએ હાલ રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું છે. બચાવ કામગીરીમાં ફાયરબ્રિગેડ શાખા અને ગ્રામજનો સહિતના લોકો જોડાયા છે. આ અંગે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એન. પાન્ડયને મીડિયાને જણાવ્યું હતું કે, ખેતમજૂરી કરતા અને મુળ મધ્યપ્રદેશના રહેવાસી એવા શ્રમિક પરિવારની બાળકી સવારે 10 વાગ્યે બોરવેલમાં પડી ગઈ હતી. અકસ્માતે રમતા-રમતા બાળકી પડી ગઈ હતી. કેમરા સાથે ફાયરની ટીમે બચાવ કામગીરી શરૂ કરી છે. હાલ બાળકી અંદાજે બોરની અંદર 20 ફૂટ નીચે છે. બાળકની હાથ દેખાઈ રહ્યા છે. ઓક્સિજનની પણ કાર્યવાહી ચાલું છે. બોરવેલની સાઈડમાં ખોદકામ ચાલુ કરવામાં આવ્યું છે