જામનગર શહેરની 4 વર્ષની બાળકીએ સંસ્કૃતના શ્લોક, આરતી કંઠસ્થ કર્યા, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ

સોમવાર, 18 જુલાઈ 2022 (11:09 IST)
જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર રહેતા ગીરીશભાઈ હિરપરાની 4 વર્ષની દીકરી હિરે સંસ્કૃત તેમજ અન્ય શ્લોક, આરતી કંઠસ્થ કરી છે. આ માટે તેણીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ તરફ થી એપ્રીસિએશન સર્ટિફિકેટ પણ મળ્યું છે. તેણીએ ગણિત, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી, અંગેજી સહીતની ભાષા શીખવાની શરૂ કરી છે. તમામ પ્રકારનું જ્ઞાન પોતાના માતા-પિતા પાસેથી મેળવે છે.

હિરના પિતાએ જણાવ્યું કે તેણી હજુ સુધી કોઈ નર્સરી, કે સ્કૂલના પગથિયા ચડી નથી. પરંતુ તેને ગણિતમાં 1 થી 100ના આંકડા, 1થી 10ના પાળા તથા ગુજરાતી બારાખડી મોઢે આવડે છે. તેણી ગુજરાતી વાંચનની સાથે અંગ્રેજીના એ ટુ ઝેડથી શરૂ થતા શબ્દો, પહેલી અને બીજી એબીસીડી અને હિન્દી બારાખડી પણ આવડે છે.​​​​​​​તેણીએ સંસ્કૃત ભાષામાં શ્ર્લોક કંઠસ્થ કર્યા છે. જેમાં ગાયત્રી મંત્ર, 12 જયોતિલીંગનો મંત્ર, સ્વામીનારાયણના શ્લોક, શનિદેવનો શ્લોક, ગણપતિના શ્લોક, સરસ્વતી વંદના, હનુમાન ચાલીસા, અલગ-અલગ આરતી, ભાવગીત કડકડાટ બોલે છે. તેણી હિન્દુ દેવદેવતાઓને ફોટા જોતા તેની ઓળખી આપે છે. હિરને સુવડાવતી વખતે પણ કોઈ નવા હાલરડાને બદલે શ્લોક બોલીને સુવડાવે છે.હિરના જન્મ બાદ તેની માતા આકૃતિબેનએ મોબાઈલનો ત્યાગ કર્યો છે. નકામો સમય મોબાઈલ પાછળ ન વેડફાય તેમજ પોતાનો વધુ સમય બાળકીને નવુ શિખડાવા પાછળ આપી શકાય તે માટે આજે પણ તેઓ મોબાઈલનો ઉપયોગ નથી કરતા. દિવસમાં એક કલાક અભ્યાસને લગતી પ્રવૃતિ હિર સાથે કરે છે. એક કલાકથી વધુ સમય તેણીને શ્લોક, આરતી, સ્તુતિ શીખવાડે છે.ઘરનું વતાવરણ ધાર્મિક રહે તે માટે મોટા ભાગે ઘરમાં ધાર્મિક ચેનલો જોવામાં આવે છે. તેમાં પણ ખાસ કરી કથા અને ભજનો વધુ જોવામાં આવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર