જામનગરની હોટલમાં આગ, પોલીસે કહ્યું કે 'કોઈ જાનહાનિ નહીં'

શુક્રવાર, 12 ઑગસ્ટ 2022 (12:28 IST)
જામનગરમાં મોટી ખાવડી નજીક એક હોટલમાં ભીષણ આગ લાગી હતી. આ આગ એલન્ટો નામની હોટલમાં લાગી હતી.
 
પોલીસના કહેવા પ્રમાણે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે.
 
બીબીસીના સહયોગી દર્શન ઠક્કરના જણાવ્યા અનુસાર, દૂર દૂર સુધી આગ ફેલાઈ હોય એવું પણ લાગી રહ્યું હતું. આગને કારણે ટ્રાફિક જામ પણ થઈ ગયો હતો.
 
જામનગર જીજી હૉસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. દીપક તિવારીએ કહ્યું હતું, "ખાવડીથી ફોન આવ્યો હતો કે 20થી 25 દર્દી અહીં મોકલી રહ્યા છીએ. ડૉક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ વગેરે તૈયારી કરી દેવામાં આવ્યો હતો. અમારી પાસે સર્જરીના 4-5 ડૉક્ટરો હાજર છે. એ સિવાયનો સિનિયર ડૉક્ટર્સ અને નર્સિંગનો સ્ટાફ હાજર છે."
 
જોકે જામનગરના કલેક્ટર સૌરભ પારગીએ કહ્યું હતું કે હૉટલમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવાયો છે. કોઈ જાનહાનિ થઈ નથી. 27-28 જેટલા લોકો હોટલમાં હતા, તેઓ અને હોટલનો સ્ટાફ સુખરૂપ બહાર નીકળી ગયા હતા.
 
"બે-ત્રણ લોકોને ગભરાટના કારણે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ હતી તેમને હૉસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે."

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર