નીતીશકુમાર આઠમી વખત બન્યા બિહારના મુખ્ય મંત્રી, તેજસ્વી યાદવ ઉપમુખ્ય મંત્રી

બુધવાર, 10 ઑગસ્ટ 2022 (17:15 IST)
નીતીશકુમારે 8મી વાર બિહારના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા, આ અગાઉ સાતમાંથી જેમાં ચાર વખત તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
 
તેજસ્વી યાદવે ડેપ્યુટી મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા હતા. તેજસ્વી બીજી વાર ડેપ્યુટી મુખ્ય મંત્રી બન્યા છે. 71 વર્ષીય નીતીશકુમારે પાંચ વખત વિધાનસભાની ચૂંટણી જીતી હતી.
શપથ લીધા બાદ નીતીશકુમારે ભાજપ પર પ્રહાર કર્યો હતો.
 
તેમણે કહ્યું, "છેલ્લે દોઢ-બે વર્ષથી શું થઈ રહ્યું હતું તે તમે જાણો છો. હું દોઢ-બે મહિનાથી કોઈને મળ્યો પણ નહોતા. અમે 2015માં કેટલી સીટો જીત્યા હતા અને 2020મા અમારી સાથે કેવો વ્યવહાર થયો."
 
બીજી તરફ બિહારમાં નીતીશકુમારના એનડીએ ગઠબંધન છોડવાના વિરોધમાં પટનામાં ભાજપ કાર્યાલયની સામે ભાજપના કાર્યકરો અને નેતાઓ વિરોધપ્રદર્શન કર્યું હતું.
 
ભાજપના કાર્યકરો હાથમાં પોસ્ટર લઈને નીતીશકુમાર વિરુદ્ધ નારા લગાવી રહ્યા હતા. પોસ્ટરો પર 'દેશદ્રોહી નીતીશકુમાર, જનતાનું અપમાન' જેવાં સૂત્રો લખવામાં આવ્યાં હતાં. ભાજપના કાર્યકરોનું કહેવું છે કે તેઓ માની શકતા નથી કે નીતીશકુમાર તેમની સાથે આ રીતે દગો કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર