10 વર્ષના બાળકે પગપાળા પુરી કરી ચારધામ યાત્રા

શનિવાર, 15 જુલાઈ 2023 (10:11 IST)
Chardham Yatra - સામાન્ય રીતે મોટી ઉંમરના લોકોમાં ચાર ધામની યાત્રા કરવાનું વિચારતા હોય છે, પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રહેતા એક 10 વર્ષના બાળકે ચાર ધામની યાત્રા પૂર્ણ કરી છે અને આ ચારેય ધામની યાત્રા તેણે પગપાળા કરી છે. આ બાળકનું નામ સમર્થ રાવલિયા છે.
 
સમર્થ રાવલિયા દેવભૂમિના ભાણવડ તાલુકામાં શિવા ગામમાં રહે છે. આ બાળક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. માત્ર 10 વર્ષની ઉંમરે પોતાના પિતાના સાથે બાળકે આ યાત્રા પૂર્ણ કરી છે. સમર્થે કાલીઘેલી ભાષામાં જણાવ્યું હતું કે, ચાર ધામ યાત્રા કરીને તેને ખૂબ મજા પડી હતી. આટલી નાની ઉંમરમાં ચાર ધામની યાત્રા કરવા બદલ પંથકમાં ચારેબાજુ સમર્થના વખાણ થઈ રહ્યા છે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર